• Gujarati News
  • ટ્રેનમાં જવાનની બેગ ફાેનની ચોરી કરનાર બે ઝડપાયા

ટ્રેનમાં જવાનની બેગ-ફાેનની ચોરી કરનાર બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેનમાંથી સીમા સુરક્ષા દળના જવાનની બેગ અને મોબાઈલ ફોન ની ચોરી કરનારા બે ચોરને રેલ્વે એલસીબીએ ઝડપી પાડ્યા હતા. મુંબઈ ના ગોરેગાવના શ્રીકીશન કુમાર એસ. ઝા તા. 21મી જાન્યુઆરીએ અગસ્તક્રાંતીમાં દિલ્હી થી મુંબઈ જતા હતા. દરમ્યાન 40 હજારનો મોબાઈલ અજાણ્યો લઈ નાસી છુટ્યો હતો. બાબતે રેલ્વે એલસીબીએ કોલ ડીટેલના આધારે તપાસ હાથ ધરી હતી. જેમા ફોન લંબેહનુમાન રોડના હિતેશ ઠુમર પાસે હોવાની માહીતી મળતા પોલીસે તેમની પુછપરછ કરી ફોન વેચનાર જુદા જુદા સાતેક જેટલી વ્યકિતઓને ટ્રેસ કરી મોબાઈલ ફોનની ચોરી કરનાર અસલમ ઉર્ફે છોટુ યાકુબ સૈયદ (લંબેહનુમાન રોડ)ને ઝડપી પાડ્યો હતો. તેવીજ રીતે યુપી કાનપુર સી કંપની બટાલીય ખાતે રહેતા સીમા સુરક્ષા દલના જવાન સાગર યશવંત પાટીલ અવધ એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની ફોન કપડા અને ટીકીટ સહીત 19,900 ની મત્તા ભરેલી બેગની ચોરી થઈ હતી. જેમાં રેલ્વે એલસીબીએ ફોન ભાઠેના ભારત નગર ખાતે રહેતા ઈમરાન મંસુર અંસારીએ અન્યને વેચ્યો હોવાનુ જણાતા તેની ધરપકડ કરી હતી.