• Gujarati News
  • મહિલા બુટલેગરને પકડી જતી બે નકલી પોલીસને અસલી પોલીસ ભેટી ગઇ!

મહિલા બુટલેગરને પકડી જતી બે નકલી પોલીસને અસલી પોલીસ ભેટી ગઇ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચીનજીઆઇડીસી વિસ્તારમાં બોગસ પોલીસ પાંચ મહિલા બુટલેગરોને રીક્ષામાં લઇ જતી વખતે સચીન જીઆઇડીસી પોલીસના સર્વેલન્સ સ્ટાફે રીક્ષા રોકતા પોતાની ઓળખ ડી.સી.બી પોલીસ તરીકે આપતા પોલીસને શંકા ગઇ હતી. પોલીસે આઇકાર્ડ માંગતા બંને યુવાનોનો ભાંડો ફુટયો હતો અને નકલી પોલીસ પાસેથી હાથકડી તથા લાકડી તેમજ રિક્ષામાંથી રૂ 10800ની કિંમતની 360 નંગ દારૂની નાની બોટલો કબ્જે કરી હતી.

સચીન જીઆઇડીસી પોલીસનો સર્વેલન્સ સ્ટાફ શુક્રવારના રોજ બપોરે સચીન જીઆઇડીસી સાતવલ્લા ઓવરબ્રિજ પાસે પેટ્રોલીંગમાં હતો. દરમિયાન એક રીક્ષા શંકાસ્પદ હાલતમાં જતા રોકતા હાજર બે યુવાનોએ પોતાની ઓળખ ડી.સી.બીના માણસ તરીકે આપી હતી. બંને પાસે આઇકાર્ડ માગતા ભાંડો ફુટી ગયો હતો. પોલીસે અવિનાશ લક્ષ્મણ બાવીસ્કર (રહે.કૈલાસનગર સોસાયટી, ડીંડોલી) તથા દેવલ જીતેન્દ્ર શીંદે (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ડીંડોલી)નામના બંને ઠગની ધરપકડ કરી હતી. પોલીસે નકલી પોલીસ પાસેથી એક હાથકડી તથા પોલીસ રાખે તેવી લાકડી પણ કબ્જે કરી હતી.પોલીસે રીક્ષાની તપાસ કરતા તેમા હાજર મહિલા પાસેથી રૂ.10800ની કિંમતની 360 નંગ દારૂની નાની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. મહિલાની પુછપરછમાં જણાવ્યું હતુ કે બંને યુવાનોએ અમને સચીન બાપા સીતારામ પાસેથી ડી.સી.બી પોલીસ હોવાનું કહી રીક્ષામાં બેસાડી દીધા હતા. સચીન જીઆઇડીસી પોલીસે બંને યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે ઝડપાયેલી અનુસુયા મુકેશ રાણા, કુસુમ રમેશચંન્દ્ર રાણા, નયૈના નવીનચંન્દ્ર રાણા, હેમલતા કલ્પેશ રાણા તથા હેમા રાકેશ રાણા વિરુધ્ધ પ્રોહીબ્યુશનનો ગુનો નોંધ્યો હતો.