• Gujarati News
  • આરોપી પુત્રને બચાવવા પિતાએ યુવકને માર માર્યો

આરોપી પુત્રને બચાવવા પિતાએ યુવકને માર માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ‘‘તારાકારણે મારા છોકરાને સુરત પોલીસે પકડેલો અને ખોટી રીતે ફસાવેલો, તું પોલીસમાં હાજર થઇ જા’’ કહી યુવાનને પિતા-પુત્રએ લાકડાના ફટકા વડે માર માર્યો હતો. થોડા સમય પહેલા ફેસબુક પર કિલ્પા નામની યુવતીનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી યુવાન પાસેથી રૂપિયા પડાવવાના ગુનામાં આશીષ સીતારામ પટેલ તથા દિક્ષીત જીતેન્દ્ર પટેલ વિરુધ્ધ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. અંગે ક્રાઇમબ્રાંચે દિક્ષીતને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. જ્યારે આશીષને વોન્ટેડ જાહેર કર્યો હતો. વોન્ટેડ એવો આશીષ પાટણના પલસાર ગામના ખેતરમાં છુપાય ગયો હતો. જે અંગે જાણ થતા દિક્ષીત તથા તેના પિતા જીતેન્દ્ર પાટણમાં આશીષ પાસે ગયા હતા. જ્યા જીતેન્દ્રભાઇએ ‘‘ તારા કારણે મારા છોકરાને સુરત પોલીસે પકડેલો, તારા કારણે તે ખોટી રીતે ફસાઇ ગયેલો , તું પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જા’’ કહી ગાળાગાળી કરી પિતા-પુત્રએ આશીષને લાકડાના ફટકા વડે મારમારી ભાગી છુટયા હતા. આશીષે સુરત ક્રાઇમબ્રાંચમા પિતા-પુત્ર વિરુધ્ધ મારામારીની ફરિયાદ આપી હતી.

‘તારા લીધે મારા છોકરાને પોલીસે પકડ્યો હતો, તું હાજર થઇ જા’