સાર સમાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાર સમાચાર

પાંડેસરામાં સ્વામી સમર્થ પુણ્યતિથિની ઉજવણી

સુરત|અક્કલકોટ શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અખિલ ભારતીય સ્વામી સમર્થ સેવા અને આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર ગોવર્ધન નગર-2, નીલગીરી પાંડેસરા દ્વારા 10થી 16 એપ્રિલ દરમિયાન જય યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચંડીપાઠ અને પારાયણના કાર્યક્રમમાં ભક્તોને પધારવા માટે આમંત્રણ પાઠવાયું છે.

ડો.આંબેડકર જયંતીએ બ્લડ ડોનેશન કેમ્પ

સુરત|શ્રી સુરત જિલ્લા માહ્યાવંશી વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા આગામી 14 એપ્રિલના રોજ સવારે 10 થી 1 કલાક દરમિયાન સ્નેહ સંકુલની વાડી, અડાજણ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે 10મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાગૃત યુવક-યુવતીઓ અને નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

આજેમગોબમાં ‘એક શામ રાષ્ટ્ર કે નામ’ કાર્યક્રમ

સુરત|રાજસ્થાન પ્રવાસી સંઘ,સુરત દ્વારા રવિવારે સાંજે સીએનજી પંપનું મેદાન, ગંગા હોટલની સામે, મગોબ,પરવત પાટીયા ખાતે રવિવારે સાંજે 6 કલાકે ‘અેક શામ રાષ્ટ્ર કે નામ’ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી શ્યામજી જાજુ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં પ્રભારી ઓમપ્રકાશ માથુર સહિત મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજનાં લોકો ઉપસ્થિત રહેશે.

આજેસુરતીદરજી સમાજ દ્વારા ચૈત્રી હવન

સુરત|શ્રી સુરતી દરજી જ્ઞાતિ સમસ્ત પંચ દ્વારા રવિવારે બપોરે 3 કલાકે સમાજની વાડી,વાંકી બોરડી,શાહપોર ખાતે ચૈત્રી હવનનું તથા વિધવા બહેનો સહાય વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં તમામ જ્ઞાતિજનોને પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છેે.