• Gujarati News
  • આવાસ યોજના માટે 2 હજાર અરજી રદ

આવાસ યોજના માટે 2 હજાર અરજી રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકાએ 11 હજાર આવાસો માટે મંગાવેલી અરજીમાંથી 2 હજાર અરજીઓ રદ્દ થતા માત્ર 7 હજાર અરજીઓ ફાઇનલ થઇ છે. પાલિકા દ્વારા નિર્મિત એલઆઇજી અને ઇડબ્લ્યુએસ આવાસોના ડ્રો 1 ડીસેમ્બરે વેસુ ખાતે યોજાશે. મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.

સુરત મહાનગર પાલિકાએ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતમાં એલઆઇજી અને ઇડબ્લ્યુએસના 11 હજાર આવાસો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં પાલિકાના 11 હજાર આવાસો સામે માત્ર 9 હજાર અરજીઓ આવી હતી. તેમા પણ સ્ક્રૂટીની બાદ 2 હજાર જેટલી અરજીઓ અધૂરી, ડિપોઝીટ ભરેલી હોય તેવા ફોર્મ રદ કર્યા બાદ 7 હજાર જેટલા ફોર્મ ફાઇનલ કરવામાં આવ્યા છે. પાલિકાના આવાસો માટેનો ડ્રો 1 ડીસેમ્બરે વેસુ ટીપી -7 પ્લોટનંબર 131માં કરાશે.