• Gujarati News
  • નવી કોર્ટમાં લાયબ્રેરીને પણ વકીલરૂમમાં ફેરવી દેવાઈ

નવી કોર્ટમાં લાયબ્રેરીને પણ વકીલરૂમમાં ફેરવી દેવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીકોર્ટમાં ગ્રાઉન્ડ ફલોર પર વકીલ રૂમ ઉપરાંત લાયબ્રેરી રૂમની પણ વ્યવસ્થા હતી. પરંતુ વકીલો માટે બેસવાની મૂંઝવણ ઊભી થતાં હવે લાયબ્રેરી પણ વકીલરૂમમાં ફેરવી દેવામાં આ‌વી છે. આમ, સમગ્ર ગ્રાઉન્ડ ફલોર વકીલરૂમ બની ગયો છે. વકીલો હવે જુની કોર્ટની લાયબ્રેરીનો ઉપયોગ કરશે. લેડી એડવોકેટ માટેનો રૂમ ગ્રાઉન્ડ ફલોર પર છે. ઉપરાંત કેન્ટિન ગ્રાઉન્ડ ફલોર પર છે.

સાતમી ડિસેમ્બરથી નવી કોર્ટમાં કામકાજ શરૂ થનાર છે. અે અગાઉ ટેબલ ગોઠવવા બાબતે બાર એસોસિએશને લાંબી કસરત કરવી પડી હતી. જનરલ બોર્ડમાં પણ મુદ્દો ઉઠ્યો હતો અને આખરે યુનિફોર્મ ટેબલ પધ્ધતિનો ઠરાવ પાસ થયો હતો. જોકે, જગ્યા ઓછી હોય એક ટેબલ પર બે થી ત્રણ કુરશીઓ મૂકવી પડે એવી સ્થિતિ સર્જાઇ છે. એટલે વકીલોને વધુ એક રૂમની જરૂર હતી જેથી ટેબલોની સંખ્યા વધે. સ્થિતિમાં વકીલોને ગ્રાઉન્ડ ફલોરની લાયબ્રેરીનો રૂમ પણ ફાળવાયો હોવાની માહિતી મળી છે. આમ, ગ્રાઉન્ડ ફલોરપર હવે વકીલોની બેસવાની જગ્યામાં વધારો થયો છે. અંગે માહિતી આપતા બાર એસોસિએશનના પ્રમુખ ધર્મેશ પટેલે કહ્યુ કે અમને લાયબ્રેરીનો રૂમ મળી ગયો છે.

કેટલાં ટેબલ આવશે?

આજેવકીલરૂમમાંકેટલાં ટેબલ આવશે માટેનો માપ લેવાયોહતો. એટલે આવનારા દિવસોમાં બાર રૂમમાં કેટલાંક ટેબલ સમાઇ રહેશે નક્કી થશે જેના આધારે એક ટેબલ પર કેટલી કુરશી મૂકવી અે પણ ક્લિયર થઈ જશે.