• Gujarati News
  • જો પાલિકાનું હદ વિસ્તરણ થાય તો ચોર્યાસીનું અસ્તિત્વ ભૂંસાશે

જો પાલિકાનું હદ વિસ્તરણ થાય તો ચોર્યાસીનું અસ્તિત્વ ભૂંસાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં રાજ્ય સરકાર તમામ મહાનગરપાલિકાના હદ વિસ્તરણની કામગીરી પુરી કરશે. સુરત પાલિકાએ રજુ કરેલી 36 ગામોનો સમાવેશ કરવાની દરખાસ્તને મંજુરી મળે તેવી શકયતા છે. જો મંજુરી મળશે તો ચોર્યાસી તાલુકાનુ અસ્તિત્વ ભુંસાઇ જાય તેમ છે.

ચોર્યાસી તાલુકાના 42 પૈકી 22 ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવે તો બાકી રહેલા ગામોની વસ્તીના આધારે તાલુકા પંચાયત શકય નહીં હોવાથી આવી સ્થિતી પેદા થઈ શકે છે. તાલુકા પંચાયતમાં એક લાખની વસ્તીના આધારે ગામોનો સમાવેશ કરવા આવે છે. ચોર્યાસી તાલુકાના 22 ગામોનો સમાવેશ મહાનગરપાલિકાના હદમાં કરવામાંં આવે તો ચોર્યાસી તાલુકાના અસ્તિત્વ રહેશે નહીં. કારણ કે હાલમાં ચોર્યાસી તાલુકાના 42 ગામોની વસ્તી 1 લાખ કરતા વધુ છે.

પરંતુ હદ વિસ્તરણમાં 22 ગામોનો સમાવેશ થાય તો તાલુકા પંચાયતની વસ્તીની મર્યાદા એક લાખ કરતા ઓછી થાય તેમ છે. જેને કારણે ચોર્યાસી તાલુકો આગામી સમયમાં રહેશે નહીં.

પાલિકાએ હદ વિસ્તરણમાં ચોર્યાસી તાલુકાના 22 ગામોનો સમાવેશ કરવાની દરખાસ્ત રજુ કરાતા શહેરી વિકાસ મંત્રી નિતીન પટેલ અને વન- પર્યાવરણ મંત્રી મંગુ પટેલને રજુઆત કરી હકારાત્મક નિર્ણય લેવાની માંગણી આજે કરાઈ છે. > -રાજેન્દ્ર પટેલ, ચોર્યાસી,ધારાસભ્ય

અસ્તિત્વ ટકાવવા રજુઆત

ગામોનો સમાવેશ કરાશે

ચોર્યાસી તાલુકામાંઆવેલા ઇચ્છાપોર, કુંભારીયા, ખરવાસા, ખંભાસલા, દેવધ, દેલાડવા, પારડી કણદે, કોસાડ ભરથાણા, ભાઠા, ભેંસાણ, ભાણોદ ઇકલેરા, મ્હોણી, મલગામા, વેડછા, સણીયા કણદે, સારોલી, સણિયા કણદે, સચિન અને કાંદી ફળીયાનો સમાવેશ કરવામાં આવશે.