• Gujarati News
  • નવી જંત્રી મુદ્દે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની 2 ડિસેમ્બરે ફરી મીટિંગ

નવી જંત્રી મુદ્દે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની 2 ડિસેમ્બરે ફરી મીટિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડટેક્સટાઇલ માર્કેટોની જે દુકાનોની ઇમ્પેક્ટ ફી ભરવાની થાય છે તેમાં જંત્રીની રકમને લઇને વિવાદ થયો છે. વેપારીઓના સંગઠન ફોસ્ટાના પદાધિકારીઓ અને વેપારીઓએ આજે ફરી વખત પાલિકાના એડીશનલ સીટી ઇજનેર કેતન પટેલ સાથે મીટીંગ કરીને રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા હવે મામલે આગામી દિવસોમાં ફરી બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

વેપારી સંગઠન ફોસ્ટા સહિતના તમામે વિરોધ કરીને સોમવારે મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તમેજ સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીને રજૂઆત કરી હતી કે, જ્યારે ઇમ્પેક્ટ ફી ભરવાની અરજી કરવામાં આવી ત્યારે 28.3.2011ની કટ ઓફ ડેઇટની જંત્રી ગણવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ હેવ પાલિકા દ્વારા નવી જંત્રી પ્રમાણેની રકમની માંગણી કરવામાં આવે છે. નવી જંત્રી પ્રમાણે પ્રત્યેક દુકાનદારને રૂપિયા એક લાખથી માંડીને ચાર લાખ સુધીની રકમ ભરવાની થાય છે. આગામી 2જી ડિસેમ્બરના રોજ અંગે ફરી વખત મીટીંગ રાખવામાં આવી છે.

ફોસ્ટાના મંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતુ કે, બિલ્ડરોએ પાર્કિંગની જગ્યા છોડી તેમાં અમારે રકમ ભરવાની આવુ થોડુ ચાલે એટલે અમે મામલે રજૂઆત કરી છે.