• Gujarati News
  • વિસર્જન રૂટ પર હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો નખાયો

વિસર્જન રૂટ પર હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો નખાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશજીની વિસર્જન યાત્રા લઈને સોમવારે સવારથી જ તાપી ઓવારા તરફ રવાના થયા હતા. સવારથી શહેરના માર્ગોપર ઊમટી પડેલા ગણેશભકતોએ શહેરભરના વિવિદ માર્ગોપર હજારો કિલો પ્લાસ્ટિકસનો કચરો વેરીને ગંદકી ફેલાવી હતી.
ગણેશભકતોનો ઘસારો સતત વધતો જતો હતો અને નાચતા-કૂદતા તાપી નદીના વિવિધ ઓવારાઓ તરફ જઈ રહેલા ગણેશભકતોએ રસ્તામાં સેવાભારી સંસ્થાઓ દ્વારા અપાતી ચા, પાણીના પાઉચ અને પાણીની બોટલોનો ઉપયોગ કર્યોહતો. જે સ્થળ પર ચા પીવે કે પાણી પીવે એ જ સ્થળ પર ફેંકીને આગળ વધતા જતા હતા. સાંજ સુધીમાં તો શહેરભરના તમામ માર્ગોઉપર ગણેશભકતોએ હજારો કિલો પ્લાસ્ટિકસના પાણીનાં પાઉચ, ચાની ખાલી પ્યાલીઓ, અબીલ-ગુલાલની કોથળીઓ, પાણીની ખાલી પ્લાસ્ટિકસની બોટલોના ઢગલા જોવા મળ્યા હતા. ગણેશભકતોએ વેરેલા આ પ્લાસ્ટિકસના કચરાથી શહેરના તમામ માર્ગોપર પ્લાસ્ટિકસના કચરાના ઢગલા ખડકાયા હતા અને તેને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ કવાયત કરવી પડશે.