• Gujarati News
  • બરતરફ ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલ હાલ સસ્પેન્ડ ગણાશે

બરતરફ ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલ હાલ સસ્પેન્ડ ગણાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ડિસમિસ કરાયેલા ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલ બરતરફીના નિર્ણય સામે હાઈકોર્ટમાંથી મનાઈ-હુકમ મેળવીને નોકરીમાં હાજર થવાનો આદેશ લઈ આવ્યા હતા. પાલિકાએ હાઈકોર્ટમાં વળતી દાદ માંગી છે. એટલે, આ કેસનો નિકાલ થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ ગણવામાં આવશે.
બે દિવસ પહેલા પાલિકાના ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલની બરતરફીના પ્રકરણમાં વધુ એક વળાંક આવ્યો હતો. હોદ્દા ઉપરથી બરતરફ કરાયા પછી પંકજ પટેલ હાઈકોર્ટમાંથી સામાન્ય સભાની બરતરફીના હુકમ સામે સ્ટે લઈ આવ્યા હતા. આ હુકમમાં બરતરફી સામે મનાઈ-હુકમ આપીને નોકરીમાં હાજર થવા માટેનો નિર્દેશ કરાયો હતો. આ કેસનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ ગણાશે, તેવું પાલિકાનું કહેવું હતું.