• Gujarati News
  • પર્સનલ આઈડી દ્વારા ટિકિટના કાળાબજાર કરતો ટ્રાવેલ્ર્સ એજન્ટ ઝડપાયો

પર્સનલ આઈડી દ્વારા ટિકિટના કાળાબજાર કરતો ટ્રાવેલ્ર્સ એજન્ટ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિધરપુરાની એક ટ્રાવેલ્ર્સ એજન્સીમાં આરપીએફએ છાપો મારી પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને ટિકિટના કાળાબજાર કરતા એક એજન્ટને ઝડપી પાડયો હતો. આરપીએફએ ટ્રાવેલ્ર્સ એજન્ટ પાસેથી ૪ ઈ-ટિકિટ કબજે કરી તેની ધરપકડ કરી હતી.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર મહિધરપુરા હીરાબજારમાં આઈઆરસીટીસીના ઓથોરાઇઝ્ડ એજન્ટ દ્વારા પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને ઈ-ટિકિટના કાળાબજાર કરવામાં આવતા હોવાની બાતમી આરપીએફને મળી હતી. જેના આધારે આરપીએફએ મહિધરપુરા હીરાબજાર ખાતેની બાલાજી ટ્રાવેલ્ર્સ નામની ઓફિસમાં છાપો માર્યોહતો. દરોડા દરમ્યાન આરપીએફએ ટ્રાવેલ્ર્સ એજન્સી ચલાવનાર અશોક હુકારામ દેવાસી (રહે. પાંડેસરા)ને રૂ.૪૨૦૦ ની કિંમતની ૪ ઈ-ટિકિટ સાથે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા અશોક હુકારામે તેમની પર્સનલ આઈડીનો ઉપયોગ કરીને કાળાબજાર માટે સુરત-નાગપુર, દાદર-અજમેર, સુરત-જયપુર અને દિલ્હી-મથુરાકાશીની ઈ-ટિકિટો મળી આવતાં આરપીએફએ તેની ધરપકડ કરી હતી. આરપીએફએ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.