• Gujarati News
  • સ્ક્રુટિનીએસેસમેન્ટ સહિતની તપાસમાં કરદાતાઓને વધારે પડતા અને તપાસની દિશા

સ્ક્રુટિનીએસેસમેન્ટ સહિતની તપાસમાં કરદાતાઓને વધારે પડતા અને તપાસની દિશા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ક્રુટિનીએસેસમેન્ટ સહિતની તપાસમાં કરદાતાઓને વધારે પડતા અને તપાસની દિશા સિવાયના સવાલોનો મારો ચલાવી કનડગત કરતાં આઇટી અધિકારીઓને લાઇન પર લાવવા સીબીડીટી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જો કોઈ અધિકારી ખોટા સવાલોના આધારે પરેશાન કરે તો હવે કરદાતા બોર્ડને પત્ર લખીને તેની ફરિયાદ કરી શકે છે. નોંધનીય છે કે શેર બજારના કેસમાં જો સ્ક્રુટિની સિલેક્શન આવે તો તે સંબંધી સવાલો પૂછવાની જગ્યાએ કરાદાતાની આખી કરમ કુંડળી તૈયાર કરવાનો પ્રયત્ન અધિકારીઓ કરતા હોય છે.

ફરિયાદ કયાં કરાયω

કરદાતાઓજો સીધી ફરિયાદ કરવા ઇચ્છતા હોય તો તેઓ દિલ્હી સ્થિત ટેક્સની મુખ્ય બોડી સેનટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને કરી શકે છે. દીલ્હી સ્થિત સેક્રેટ્રીએટ બિલ્ડિંગ ખાતેની મુખ્ય ઓફિસમાં ફરિયાદ કરી શકાય છે.

સિલેક્શન મુદ્દા આધારિત હોય છે

એસેસમેન્ટમાં ક્વેરી ઓછી હોય તે ઝડપથી પૂરા થશે. એટલે કરદાતાઓને પણ એટલો ફાયદો થશે. > બીરજુશાહ, સી.એ.

માથાના દુખાવો છે સ્ક્રુટિના સવાલો

સેન્ટ્રલ બોર્ડઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા પરિપત્ર નંબર 7-2014માં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે એસેસમેન્ટમાં કેટલાક અધિકારીઓ બિનજરૂરી માહિતી મંગાવે છે. જેને કેસના સિલેક્શન સાથે કંઇ લેવાદેવા હોતા નથી. જે કરદાતા માટે હેરાનગતિ ઊભી કરે છે. ઉપરાંત એસેસમેન્ટ અંગે જે-તે મુદ્દાઓ આધારિત સવાલો પૂછવા માટે પણ પ્રતિબંધ મુકાયો છે.

જ્યારે પણકોઈ કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થાય છે ત્યારે તે માટે એક કે બે કારણો જવાબદાર હોય છે. કોઈ કેસ ફિક્સ ડિપોઝિટ માટે હોય, કોઈ સોનાની ખરીદી કે કોઈ શેર બજારના ટ્રાન્ઝેક્શન માટે હોય છે. ઉપરાંતના પણ અનેક કારણો હોય છે. બોર્ડનું કહેવું છે કે જે કારણ માટે કેસ સિલેક્ટ થાય તેની માહિતી અધિકારીઓએ માગવી જોઇએ, બીજી પીંજણમાં પડવું જોઇએ નહીં. સી.એ. વિરેશ રૂદલાલએ કહ્યું હતું કે નવા નિયમના લીધે કરદાતાઓને ઘણી રાહત થશે.

એસેસમેન્ટ પૂરા થશે

કાર, બંગલો, રૂપિયા ક્યાંથી આવ્યા જેવા સવાલો કરીને કરદાતાને હેરાન પરેશાન કરાય છે

સીબીડીટીની આઇટી અધિકારીઓને શીખ, કરદાતાને ખોટા સવાલ કરો

તપાસની દિશા સિવાયના સવાલો કરતા અધિકારો માટે જારી થયેલી ગાઇડલાઇન