• Gujarati News
  • ગોપીપુરામાં મોડી રાત્રે ક્રિકેટના ઝઘડામાં બે જૂથો વચ્ચે ઘર્ષણ

ગોપીપુરામાં મોડી રાત્રે ક્રિકેટના ઝઘડામાં બે જૂથો વચ્ચે ઘર્ષણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપીપુરાખ્વાજાદાના ન્યુ રોડ પર મોડી રાત્રે ક્રિકેટના ઝઘડામાં બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને જુથોએ સામ સામે પથ્થરમારો કરતા વાતાવરણ તંગ થઈ ગયુ હતુ. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગોપીપુરા મોમનાવાડ ખ્વાજાદાના પાસે મોડી રાત્રે ક્રિકેટ રમવા બાબતે કેટલાક યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારા મારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જુથો સામ સામે આવી ગયા હતા. બન્ને જુથોએ સામ સામે કાચની બોટલો અને પથ્થરોનો મારો ચલાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સામસામે થયેલા પથ્થરમારામાં ઘણાને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી. જોકે ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચતાની સાથે તોફાનીઓ સાંકડી ગલીઓમાં નાસી છુટ્યા હતા. જોકે મોડી રાત્રે થયેલી જુથ અથડામણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. તોફાનીઓને કાબુમાં કરવા માટે અઠવા પોલીસ મથક, ચોક બજાર પોલીસ મથક, મહિધરપુરા પોલીસ મથક સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતોઅને મોડી રાત્રે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે મોડી રાત સુધી મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ હતી.