• Gujarati News
  • નાના વરાછામાં શાંતિકૂંજના લોકાર્પણ સામે લોકોનો વિરોધ

નાના વરાછામાં શાંતિકૂંજના લોકાર્પણ સામે લોકોનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર . સુરત

નાનાવરાછા વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા શાંતિકૂંજને કારણે આસપાસની 5 સોસાયટીઓમાં જવાનો રસ્તો બંધ થઇ જાય તેમ હોવાથી સોસાયટીઓના રહીશોએ અવર-જવર માટેનો રસ્તો ખુલ્લો કરી આપ્યા બાદ શાંતિકુંજનું લોકાર્પણ કરવામાં આવે તેવી માગ સાથે મેયરને રજૂઆત કરી હતી, જેમાં હાઇકોર્ટનો હુકમ હોવા છતાં અધિકારીઓ રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી કરતા નહીં હોવાની પણ રજૂઆત કરાતાં મેયરે યોગ્ય નિકાલ કરવા ખાતરી આપી હતી.

નાના વરાછા રામજી મંદિરની બાજુમાં મહાપાલિકાએ શાંતિકુંજ બનાવ્યા બાદ 13 એપ્રિલના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવશે, પરંતુ તેના કારણે શાંતિકુંજની પાછળ આવેલી ગીરનાર સોસાયટી, પટેલ પાર્ક સોસાયટી, તાપી દર્શન સોસાયટી, જલ દર્શન સોસાયટીનો રસ્તો સદંતર બંધ થઇ જાય તેમ છે, જેથી રસ્તો ખુલ્લો કરી આપવા માટે સ્થાનિક રહીશો હાઇકોટઆમાં ગયા હતા, જેમાં અદાલતે પણ રસ્તો ખુલ્લો કરી આપવા હુકમ કર્યો હતો. જોકે, તેમ છતાં પાલિકાના અધિકારીઓ રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી છેલ્લા એક મહિનાથી કરતા નથી.