• Gujarati News
  • મોરચો આવતા અધિકારીઓ ભાગ્યા મહિલાઓએ ઓફિસનો કબજો જમાવ્યો

મોરચો આવતા અધિકારીઓ ભાગ્યા મહિલાઓએ ઓફિસનો કબજો જમાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

કાપોદ્રાસત્યનારાયણ ચાર રસ્તા પાસે આવેલી ત્રણ સોસાયટીમાં જવા માટેના રસ્તો ખોદીને ગટર લાઇન નાંખવાની કામગીરીને કારણે લોકોની અવર જવર માટેનો રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બંધ થઇ જતા ઉશ્કેરાયેલા લોકોએ વરાછા ઝોન પર મોરચો લઇ જઇ ઘેરો ઘાલ્યો હતો.મોરચો આવતા કેટલાંક અધિકારીઓ ઓફિસ છોડીને બહાર જતા રહ્યા હતા. તેમાં સ્થાનિક લોકોએ તો પાલિકાના વરાછા ઝોનમાં આવેલી કેટલીક ઓફિસોમાં તો રીતસર કબ્જો જમાવી દીધો હતો. કારણ કે વરાછા ઝોનમાં મોરચો આવ્યાની જાણ થતા વરાછા ઝોનમાં દોડાદોડી મચી જવા પામી હતી. કાપોદ્રા સત્યનારાયણ ચાર રસ્તા પાસે આવેલી હસ્તિનાપુર સોસાયટી, સત્યનારાયણ સોસાયટી અને સહયોગ વિભાગ 1 અને 2માં 1 હજારથી વધુ પરિવારના લોકો રહે છે. લોકોને સોસાયટીમાં અવર જવર કરવા માટે એક રસ્તો છે અને તેને પણ સોમવારે રાત્રે 3 કલાકે ગટર લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. સોસાયટીમાંથી બહાર નીકળવા માટેના રસ્તાને પાંચ ફૂટ કરતા વધુ ખોદી નાંખતા વાહન સોસાયટીમાંથી બહાર પણ કાઢી શકાય તેમ નહોતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ આજે વરાછા ઝોન પર મોરચો લઇ જઇ ઉગ્ર રજૂઆત કરી હતી.

ડ્રેનેજ વિભાગની ભૂલને કારણે વરાછા ઝોન પર મોરચો

ડ્રેનેજ વિભાગે કાપોદ્રા સત્યનારાયણ સોસાયટી પાસે ગટર લાઇન નાંખવાની કામગીરી રાત્રિના સમયે શરૂ કરતા પહેલા તેની આગોતરા જાણ સ્થાનિક રહીશોને કરી નહીં હોવાના કારણે સમસ્યા સર્જાઈ છે. તેના કારણે એક વર્ષ બાદ વરાછા ઝોન પર મોરચો લઇ જઇને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો ડ્રેનેજ વિભાગે કામગીરી કરતા પહેલા સોસાયટીના રહીશોને તેની જાણ કરી હોત અથવા તો વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉભી કરી હોત તો આજે સમસ્યા ઉભી થાત./મનોજ તેરૈયા

♣શનિવાર સાંજ સુધીમાં વૈકલ્પિક રસ્તો મળી જશે

^ત્રણેય સોસાયટીના લોકોને અવર જવર માટે વૈકલ્પિક રસ્તો મળે તે માટે આસપાસની સોસાયટીના પ્રમુખ સાથે વાટાઘાટ કરીને તેનો ઉકેલ શનિવાર સાંજ સુધીમાં લાવી દેવામાં આવશે. > જયેશભગવાગર, ઝોનલઓફિસર, વરાછા ઝોન

કોર્પોરેટર નહીં આવતા લોકો ઉશ્કેરાયા

સ્થાનિકલોકોએકોર્પોરેટર વી. ડી. ઝાલાવડીયાને ફોન કરીને સમસ્યા ઉકેલવા માટે રજૂઆત પણ કરી હતી, પરંતુ તેઓ દ્વારા સમસ્યા ઉકેલવામાં રસ નહીં લીધો હોવાના કારણે સ્થાનિક લોકો ઉશ્કેરાઇને આજે વરાછા ઝોન પર મોરચો લઇને આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મોરચો આવ્યાની જાણ થતા વરાછા ઝોનની કેટલીક ઓફિસનો સ્ટાફ તો ઓફિસ છોડીને રવાના થઇ ગયો હતો. તેને કારણે મોરચો લઇને આવેલી મહિલાઓએ ઓફિસ પર કબ્જો જમાવી દીધો હતો.

ક્યાંક ખુરસીઓ ઉછાળાઈ, તો ક્યાંક કબજે કરી