તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દૂષ્કર્મમાં સરથાણાના ઇજનેરની ધરપકડ

દૂષ્કર્મમાં સરથાણાના ઇજનેરની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સરથાણાજકાતનાકા પાસે ગઢપુર રોડ પર શીવપ્લાઝાની બાજુમાં આવેલા લક્ષ્મીનગરમાં ઘર નં. 66માં રહેતો અને મૂળ બોટાદનો વતની ભાવેશ પ્રાગજીભાઇ સતવારા (ઉ.વ.22)એ ગત તા. 29 નવેમ્બરથી 17 જાન્યુઆરી 2014 દરમિયાન કતારગામમાં રહેતી 17 વર્ષીય સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના ભાઇને મારી નાંખવાની ધમકી આપી હતી. સગીરાના ઘરે આવતો હોવાની વાતની ખબર પડતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે સગીરાની મેડીકલ તપાસ સ્મીમેરમાં કરાવ્યા બાદ ભાવેશ વિરુદ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધ્યો છે. દૂષ્કર્મનો આરોપી ભાવેશ તેમજ સગીરાના બે માસ અગાઉ એક મકાનમાં ઉપર નીચેના માળમાં રહેતા હતા અને વ્યવસાયે સિવિલ એન્જીનીયર છે.