• Gujarati News
  • લિજ્જત પાપડ : મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ

લિજ્જત પાપડ : મહિલા સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અં

ધારાને ડહોળવાથી ઘણી વખત પ્રકાશ મળે છે તેમ રવિન્દ્રનાથ ટાગોરે કહેલું. દિ. ભા.ના રાજકોટના વાચકે નોન ગવર્નમેન્ટ સંસ્થાના અંધારા ઉલેચવા મને કહ્યું તો એમ કરવા જતાં મને બે અતિ ઉત્તમ સંસ્થાઓ જે પ્રકાશ ફેલાવી રહી છે તે યાદ આવી ગઈ. એમાં એક છે મહિલા લિજ્જત ગૃહ ઉદ્યોગ પાપડની સંસ્થા અને બીજી મારા સુરતના બહેન ઈલા ભટ્ટની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પંકાયેલી સેવા સંસ્થા નામે ‘સેવા.’ બે સંસ્થા વિશે લખતા પહેલાં ફિલોસોફર ડો. જીલેટ બરજેસની વાત વિષયમાં ફીટ બેસે છે તેને જોઈએ. આપણાં સૌના જીવનમાં માત્ર અંધારું અંધારું એટલે કે ‘એબ્સોલ્યુટ ડાર્કનેસ’ હોતું નથી. આપણી આંખો પોતે બળવો કરીને ગમે ત્યાંથી પ્રકાશ ખોળી કાઢે છે અને પછી અંધકારને બદલે આપણે પ્રકાશમાં રમમાણ રહીએ છીએ. ભારતમાં હજારો નહીં બલ્કે લાખોની સંખ્યામા ભ્રષ્ટ NGO વિશે લખવાનું કહ્યું તે થોડું લખ્યું, પણ પછી મને થયું કે આપણે રવિન્દ્રનાથ ટાગોરની વાત માનીએ કે તમને કોઈ ડાર્કનેસની વાત કહે ત્યારે થોડુંક અંધકાર વિશે, પણ જાજુ બધું પ્રકાશ માટે લખજો. એટલે ગુજરાતમાં ભલે 1.75 NGO હોય અને ભલે ગમે તેટલા ભ્રષ્ટ હોય પણ તેને તડકે મુકી આપણે આપણા ઘરની બે સંસ્થા વિશે જાણીએ.

પ્રથમ સંસ્થાનું નામ છે ‘મહિલાગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’. સંસ્થા માત્ર અને માત્ર રૂ. 80ની મૂડીથી 1959માં શરૂ થઈ હતી. લિજ્જત જે હજીય ‘પાપડ’ બનાવનારી માત્ર મહિલાની સંસ્થા ગણાય છે તેનો વ્યાપ વિશાળ છે. આજે તેની બનાવેલી ચીજોનો ટર્નઓવર 10 કરોડ ડોલર એટલે કે રૂ. 6.50 અબજનો છે. પાપડ (14 ફલેવર), ખાખરા, વડી, ચપાતી(રોટલી), સસા ડીટરજન્ટ પાઉડર, પ્રીન્ટીંગ ડીવીઝન, એડવર્ટાઈઝીંગ, બેકરી, લીજ્જત પત્રીકા વગેરે વગેરે. સંસ્થામાં મોટે ભાગે બહેનો કામ કરે છે અને તેનું સંચાલન પણ માત્ર અને માત્ર બહેનો ચલાવે છે. 42000 સ્ત્રી-પુરુષને (મોટે ભાગે સ્ત્રી) રોજી આપે છે. લિજ્જતની ભારતભરમાં 67 શાખા છે અને લગભગ 35 ડીવીઝનો કામ કરે છે.

હું મુંબઈમાં પત્રકાર બન્યો તે જન્મભૂમિ-વ્યાપારમાં ‘વ્યાપાર’ના બજારના રિપોર્ટર તરીકે પુરુષોત્તમ દત્તાણી હતા. વ્યાપારમાં કઠોળ, મસાલા, અનાજ વગેરેના રીપોર્ટ લાવતા. તેને કારણે બજારમાં તેમને વેપારીઓ સાથે ઓળખાણ થતાં દત્તાણીભાઈને સસ્તામાં મગ-અડદના પાપડ માટે મગ-અડદ સસ્તા મળતા. પુરુષોત્તમભાઈ દત્તાણી લિજ્જત સંસ્થા માટે રિયલ સેવાનું કામ કરતા. શરૂમાં રૂ. 80 ઉઘરાવી બીજી જગ્યાએથી પૈસા ભેગા કરી રૂ. 6169ની