• Gujarati News
  • ૨.૫૦ કરોડ વ્યાજે આપનારા પણ લેણાનો આગ્રહ કરતા ગૂંચવણ

૨.૫૦ કરોડ વ્યાજે આપનારા પણ લેણાનો આગ્રહ કરતા ગૂંચવણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ સપ્તાહ પહેલા મહીધરપુરા હીરા બજારમાં ઉઠમણું કરીને નાસી ગયેલા વેપારીના લેણદારોની સમાધાન બેઠકમાં ઉઠમણું કરનાર વેપારીને વ્યાજે રૂપિયા આપનારા પણ લેણદાર તરીકે આવતા મામલો ગુંચવાયો છે.
ઘનશ્યામ નામના વેપારી પાસે ૩૦ જેટલા વેપારીઓ અને દલાલોની અંદાજે રૂપિયા સાડા પાંચ કરોડ જેટલી રકમ ફસાઇ ગઇ છે. અંદાજ પ્રમાણે ઉઠમણું કરનારા ઘનશ્યામે શરાફો પાસેથી અઢી કરોડ જેટલી રકમ લીધેલી છે અને હીરાના વેપારીઓને તેણે રૂપિયા સાડા પાંચ કરોડ ચુકવવાના થાય છે. ઉઠમણું કરનારા વેપારી તરફે ગુરૂવારે ડાયમંડ એસોસીએશનની બેઠકમાં હાજર ન રહેતા આ બેઠકમાં કોઇ કાર્યવાહી આગળ ચાલી ન હતી.હીરાના વેપારીના ઉઠમણાંના પ્રકરણમાં વ્યાજે રૂપિયા આપનારા પણ લેણા માટે તૈયાર થતા હાલ લેણદારોને ચુકવણાનો પ્રશ્ન ટલ્લે ચડયો છે એમ કહી શકાય.