• Gujarati News
  • પાંડેસરા જીઆઇડીસી ખાતે હવે ટિકિટ રિઝર્વેશન સેન્ટર શરૂ થશે

પાંડેસરા જીઆઇડીસી ખાતે હવે ટિકિટ રિઝર્વેશન સેન્ટર શરૂ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારીગરોને સૌથી વધુ ફાયદો થશે
હાલ ટિકિટ લેવા માટે સુરત, ભેસ્તાન અથવા તો ઉધના સુધી લંબાવું પડે છે
હાલ શહેરમાં ત્રણ સ્થળે રિઝર્વેશન સેન્ટર કાર્યરત છે. જોકે આગામી દિવસોમાં પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે નવું પીઆરએસ સેન્ટર શરૂ થાય તેવી શકયતા જોવાઈ રહી છે. આ અંગે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સેન્ટર માટેની માગણી કર્યા બાદ સુરત ખાતેથી તેની દરખાસ્ત મુંબઈ ડિવિઝન ખાતે મોકલી દેવામાં આવી છે. ત્યાંથી દરખાસ્તને મંજૂરી માટે પિશ્ચમ રેલવેમાં મોકલાઈ છે. જેથી તેની મંજૂરી મળ્યા બાદ નવું રિઝર્વેશન સેન્ટર શરૂ થવાની શકયતા જોવાઈ રહી છે.
પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.ને પાંડેસરા ખાતે રિઝર્વેશન સેન્ટર ખોલવાની માગણી કરતો પત્ર સુરત રેલવેના એઆરએમને આપ્યો હતો. જેના આધારે પત્રને મુંબઈ ડિવિઝનમાં મોકલાયો હતો. પત્રમાં જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં કારીગરોની સંખ્યા સૌથી વધુ છે. તેઓએ રિઝર્વેશન ટિકિટ લેવા માટે સુરત, ભેસ્તાન અથવા તો ઉધના સુધી લંબાવું પડે છે. જેથી નજીકમાં રિઝર્વેશન સેન્ર ખોલવામાં આવે તો તેઓને ટિકિટ લેવા દૂર સુધી જવું નહિ પડે. આ માગણીને ઘ્યાને રાખીને મુંબઈ ડિવિઝને પણ દરખાસ્તને પિશ્ચમ રેલવેમાં મંજૂરી માટે મોકલી આપી છે.
રિઝર્વેશન સેન્ટરની માગણી કરી છે
પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.ની ઓફિસ ખાતે રેલવે તંત્ર દ્વારા રિઝર્વેશન સેન્ટર ખોલવામાં આવે તો ઓફિસ માટેની જગ્યા આપવાની તૈયારી પણ એસોસિએશને દર્શાવી છે. તેને કારણે કારીગરોએ રિઝર્વેશન ટિકિટ માટે દૂર સુધી જવું નહિ પડે.’ - કમલવિજય તુલશ્યાન, પ્રમુખ, પાંડેસરા ઇન્ડ. એસો.
પાંડેસરા જીઆઇડીસીના વિવિધ એકમોમાં કામ કરતા કારીગરોએ વતન જવા માટે ટ્રેનની રિઝર્વેશન ટિકિટ લેવા માટે એકમમાં રજા પાડીને જવું પડતું હોય છે. જોકે હવે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે જ રિઝર્વેશનની ટિકિટ મળી રહેતી હોય તો એકાદ બે કલાકની રજા રાખીને પણ સરળતાથી ટિકિટ મળી રહેશે. જેથી તેઓએ રજા પણ રાખવી નહિ પડે તેમજ ટિકિટ લેવા માટે દૂર સુધી જવું પણ નહિ પડે તેને કારણે સમયની સાથેસાથે તેઓનાં નાણાંની પણ બચત થશે.