• Gujarati News
  • ખર્ચો પાણીમાં| પાલિકાદ્વારા શહેરીજનોને વિશેષ સૂચના આપવા તેમજ પૂર જેવી

ખર્ચો પાણીમાં| પાલિકાદ્વારા શહેરીજનોને વિશેષ સૂચના આપવા તેમજ પૂર જેવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખર્ચો પાણીમાં| પાલિકાદ્વારા શહેરીજનોને વિશેષ સૂચના આપવા તેમજ પૂર જેવી સ્થિતિમાં પાણીની માહિતિ પહોંચડવા માટે લાખોના ખર્ચે સાઇન બાર્ડ લગાવવામાં આવ્યા છે. જોકે હવે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો સતત ઉકાઈ તેમજ તાપીમાં પાણીના સ્તર અને વરસાદની સ્થિત જાણવા આતુર હોય છે ત્યારે અણીના સમયે સાઇન બોર્ડ બંધ પડેલી હાલતમાં છે. /
િવકટ સમયે સાઇન બોર્ડ ઠપ
જમ્મુમાં ફૂડ પેકેટ્સ મોકલાશે
સુરત|જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલી પુરની પરિસ્થિતીને ધ્યાને રાખીને પુરમાં ફસાયેલા લોકોને ભોજનની વ્યવસ્થા પુરી પાડવા માટે આવતીકાલે સવારે સુરતમાંથી 1.50 લાખ ફુટ પેકેટ દિલ્હી ખાતે રવાના કરવામાં આવનાર છે. જે પણ દાતાઓએ ફુડ પેકેટ મોકલવા હોય તેઓએ 0261 2917107, 2669218 અને 09978405221 પર સંપર્ક કરી શકાશે.
આરટીઓનો જાગૃતિ કેમ્પ
સુરત|સુરત આરટીઓ કચેરી દ્વારા છેલ્લા દિવસમાં શહેરમાં ૩૧ જેટલી સ્કૂલ અને કોલેજો ખાતે ટ્રાફિક અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં શહેરની જાણીતી સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક અવેરનેસનાં પાઠ શીખ્યા હતાં. શાળા અને કોલેજોમાં સમિતિ સ્કૂલ ઉધના અને શહેરની વિવધ કોલેજ સહિતની વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે.
સાયન્સ પ્રવેશની છેલ્લી તારીખ
સુરત|ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સ સેમેસ્ટર 1 અને 3 ના આવેદનપત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર જાહેર કરી શાળાઓને તારીખ પહેલા આવેદનપત્ર જમા કરવા જણાવ્યું છે. તમામ માહિતીની ફાઇલો 18 સપ્ટેમ્બરે ટી.એન્ડ.ટી.વી ખાતે જમા કરાવવાની રહેશે. દરેક શાળાએ સમયસર માહિતી એકઠી કરવાની રહેશે.
ન્યૂઝ ઇન બોક્સ