• Gujarati News
  • ઉકાઇનાકેચમેન્ટ વસ્તારમાં 21 ગેજ સ્ટેશનોમાં છેલ્લા 24 કલાકમાં કુલ્લે

ઉકાઇનાકેચમેન્ટ વસ્તારમાં 21 ગેજ સ્ટેશનોમાં છેલ્લા 24 કલાકમાં કુલ્લે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઇનાકેચમેન્ટ વસ્તારમાં 21 ગેજ સ્ટેશનોમાં છેલ્લા 24 કલાકમાં કુલ્લે 23 ઇંચ વરસાદ નોંધાયો છે. તેથી ઉકાઇમાં પાણીની સતત આવક સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહેવા પંમી હતી અને એક સમયે ઉકાઇમાં ચાર લાખ કયુસેકનો ઇનફલો રહ્યો હતો. ત્યાર બાદ તેમાં ઘટાડો થતા 3.90 લાખ કયુસેક પર રહેવા પાંમ્યો છે. ઉકાઇમાં સતત પાણીની આવક રહેવાને કારણે ઉકાઇમાંથી સોમવાર રાતના 11 કલાકથી 2.50 લાખ કયુસેક પાણી છોડવાનુ સતત ચાલુ રખાયું છે. જે સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રાખવામાં આવ્યુ છે.
મહુવામાં દોઢ ઇંચ વરસાદ
બારડોલીમાં29મિલીમીટર તથા ચોર્યાસીમાં 16, કામરેજમાં 12, મહુવામાં 34, માંગરોળમાં 12, ઓલપાડમાં 7, પલસાણામાં 11 અને ઉમરપાડામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
કેચમેન્ટમાં 23 ઇંચ વરસાદ
જોકેઉકાઇનાઉપરવાસમાં આવેલા 21 ગેજ સ્ટેશનમાં વિતેલા 24 કલાકમાં 23 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં લખપુરીમાં 14, ચિખલઘારામાં 80, ગોપાલખેડામાં 14, ડેડતલાઇમાં 12, બુરહાનપુરમાં 33, યારલી અને શેલગાંવમાં 2, હથનુરમાં 6, ભુસાવલમાં 12, ગીરનાડેમમાં 16, દહીંગાવમાં 83, ઘુલિયામાં 49, સાવખેડામાં 27, ગીધાડેમાં 43, સારણખેડામાં 39 તથા ચિખલોદમાં 21, સાગબારામાં 47, ખેતીયામાં 51 અને નિઝમપુરામાં 23 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સમગ્ર દિવસ દરમ્યાન માત્ર મિલીમીટર વરસાદ નોંધાયો છે. તેને કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
હાલ ચિંતા નથી
ઉકાઇનાઉપરવાસમાં આજે દિવસના ઓછો વરસાદ પડવાને કારણે ઘીમે ઘીમે પાણીની આવકમાં પણ ઘટાડો થવાનો છે. તેમ છતાં ઉકાઇને રૂલ લેવલ લાવવા સતત 2.50 લાખ કયુસેક પાણી છોડવામાં આવનાર છે. પરંતુ તેને કારણે કોઇ ચિંતાનુ કારણ નથી. ડો.રાજેન્દ્રકુમાર, કલેક્ટર
પાણીની આવક ઘટવાની શક્યતા
સાથેસાથેઆગામી 24 કલાકમાં ઉકાઇમાં પાણીની આવક ઘટવાની પણ શકયતા હાલમાં રહેલી છે. કારણ કે પહેલા ઉકાઇમાં 350 એમસીએમ જેટલુ પાણી આવતુ હતુ. જે સાંજના છથી આવતીકાલ સવાર સુધીમાં 250 એમસીએમ પાણી આવવવાની જાણ સીડબલ્યુસી (સેન્ટ્રલ વોટર કમિશન) દ્વારા કલેકટર તંત્રને કરવામાં આવી છે. તેમ છતાં ઉકાઇમાંથી સતત 2.50 લાખ કયુસેક પાણી છોડવાનુ ચાલુ રાખવામાં આવતા સાંજના છથી સવારના સુધીમાં 294 એમસીએમ જેટલુ પાણી છોડી દેવામાં આવનાર છે. તેને કારણે ડેમની સપાટીમાં ઘીમે ઘીમે ઘટાડો થનાર છે. જોકે હાલમાં ઉકાઇ ડેમની સપાટી 338.10 ફુટ પર સ્થિર રહેવા પાંમી છે. તેને કારણે ઉકાઇની સપાટી