• Gujarati News
  • આરટીઓમાંવાહનના નાંણા ભરપાઇ કરવા બેંકમાં ચલણ ભરવાના હોય છે.

આરટીઓમાંવાહનના નાંણા ભરપાઇ કરવા બેંકમાં ચલણ ભરવાના હોય છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઓમાંવાહનના નાંણા ભરપાઇ કરવા બેંકમાં ચલણ ભરવાના હોય છે. પરંતુ મનોજ જૈન નામના એજન્ટે 7210 વાહનોના નાંણા ભરપાઇ કરવાને બદલે બોગસ ચલણ બનાવી તે નાંણા ગજવે ઘાલ્યા હતા. તેને કારણે આરટીઓને 3 કરોડથી વધુ રકમની આવક ગુમાવવી પડી હતી. તેને કારણે આરટીઓએ જે વાહનોના વેરાના નાંણા ભરપાઇ થયા નહોતા તેઓને નોટીસ આપી નાંણા ભરપાઇ કરવા તાકીદ કરી હતી. વાહન ચાલકોને નોટીસ મળતા તે પૈકી કેટલાક વાહનચાલકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેથી ચલણ અંગેની ફેરતપાસણી કરી કેટલા નાણાની વસુલાત કરવાની છે તેનો રીપોર્ટ આગામી દિવસોમાં રજુ કરવા જણાવ્યુ છે. તેથી સમગ્ર આરટીઓ તંત્ર ચલણની તપાસણી કરવા લાગી ગયુ હતુ.
ફેરતપાસ માટે 14 કર્મચારીઓ ફાળવાયા
બોગસ ચલણ કૌભાંડમાં એક લાખ ચલણની ફેર તપાસ થશે