• Gujarati News
  • સ્થાયીસમિતિમાં મંગ‌ળવારે સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા ઉપર બ્રેક મારી

સ્થાયીસમિતિમાં મંગ‌ળવારે સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા ઉપર બ્રેક મારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાયીસમિતિમાં મંગ‌ળવારે સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા ઉપર બ્રેક મારી દેવાઈ હતી. યુજીસીના ધોરણે પગારની માગણી મંજૂર કર્યા પછી પણ શું વાંધો પડ્યો છેω તે જાણ્યા બાદ રાજીનામા મંજૂર કરવા માટેની શાસકોએ તૈયારી દર્શાવી છે.
મંગળવારે પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી. તેમાં ગત શુક્રવારે મળેલી અને મુલતવી રખાયેલી સમિતિની બેઠકના કામોને પણ એજન્ડામાં સામેલ કરી દેવાયાં હતાં. તમામ કામો ઉપર ચર્ચા થઈ હતી. જોકે, સમિતિમાં જનરલ મેડિસિન વિભાગના બે આસિ. પ્રોફેસર, રેડિયોલોજી વિભાગના એક, સાયકિયાટ્રીક વિભાગના એક અને જનરલ સર્જરી વિભાગના ત્રણ આસિ. પ્રોફેસર મળી કુલ સાત આસિસ્ટન્ટ પ્રોફેસરના રાજીનામા મંજૂર કરવા માટેની દરખાસ્ત મૂકાઈ હતી.
જોકે, એક સાથે સાત આસિસ્ટન્ટ પ્રોફેસરના રાજીનામા માટેની દરખાસ્ત જોઈને સ્થાયી સમિતિના સભ્યોને પણ આશ્ચર્ય થયું હતું. અધ્યક્ષ નિરવ શાહનું કહેવું હતું કે, આસિસ્ટન્ટ પ્રોફેસર્સની પાસે તેમના રાજીનામા માટેના કારણોની પૂરપરછ કરીને પછી તેને મંજૂરી આપવા માટેનો ઠરાવ કરીશું.
કારણ જાણ્યા બાદ સ્થાયી મંજૂરી અપાશે
સ્મીમેરના સાત પ્રોફેસર્સના રાજીનામા અટકાવી દેવાયા