ફાયદો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતથી દિલ્હી જઈ 1 દિવસમાં પાછું આવી શકાશે
સુરતનાલોકોની સુરતથી સવારની દિલ્હીની ફલાઇટની વર્ષોની માગ આખરે સ્વીકારી લેવામાં આવી છે.ઇન્ડિયન એરલાઇન્સે મંગળવારે જાહેરાત કરી છે કે 17 સપ્ટેમ્બરથી સુરતથી દિલ્હીની ફલાઇટ સવારે 8-40 વાગે ઉપડશે અને સવારે 10-20 વાગે દિલ્હી પહોંચશે. જો કે 17મીથી ઇન્ડિયનની ફલાઇટ જે સાંજે આવે છે તે બંધ થઈ જશે.ઇન્ડિયનની ફલાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ જશે. સુરતના અને બહારગામથી સુરત આવનારા મુસાફરોને ફાયદો થશે કે એક દિવસમાં સવારે દિલ્હી જઈને કામ પતાવીને સાંજે સુરત પરત આવી શકાશે, કારણ કે ઇન્ડિયનની ફલાઇટ તો સાંજે આવવાની નથી, પણ સ્પાઇસ જેટની ફલાઇટ દરરોજ દિલ્હીથી બપોરે સુરત આવે છે.
ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરની અન્ય સંસ્થાઓએ ઘણા સમયથી માગ કરેલી હતી કે સુરત-દિલ્હીની સવારની ફલાઇટ આપો તો સુરત એરપોર્ટનો ટ્રાફીક વધી શકે એમ છે.તાજેતરમાં ઇન્ડિયન એરલાઇન્સના અધિકારીઓ સુરત સરવે માટે આવ્યા હતા કે સવારની ફલાઇટ શરૂ કરવામાં આવે તો ટ્રાફીક મ‌ળશે કે કેમω. ચેમ્બર, સુરત ડાયમંડ એસોસિયેશન અને શહેરના સાસંદો સાથે બેઠક મળી હતી. જેથી ઇન્ડિયન એરલાઇન્સે 17 સપ્ટેમ્બરથી સવારની ફલાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
સુરતના લોકોની ઘણા સમયથી માગ હતી એટલે 17મીથી સુરત દિલ્હીની સવારની ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બી.જેબારિયા, ઇન્ચાર્જઇન્ડિયન એરલાઇન્સ, સુરત
17મીથી સુરતને દિલ્હીની સવારની ફલાઇટ મળશે
શું હશે સવારની ફ્લાઇનો શિડ્યુલ
ઇન્ડિયનનીફલાઇટસપ્તાહમાં ત્રણ દિવસ ચાલશે, સોમ, બુધ અને શુક.સવારે 6-30 વાગે દિલ્હીથી ફલાઇટ ઉપડશે અને સવારે 8-10 વાગે સુરત આવશે. ફલાઇટ સવારે 8-40 વાગે સુરતથી ઉપડશે અને સવારે 10-20 વાગે દિલ્હી પહોંચશે.
દિલ્હીથી આવનારા લોકોને પણ ફાયદો
દિલ્હીથીસુરતઆવનારા લોકો પણ દિલ્હીથી સુરત એક દિવસમાં પરત ફરી શકશે. કારણ કે સવારે ઇન્ડિયનની ફલાઇટ સવારે આવશે અને સાંજે સ્પાઇસની ફલાઇટ દિલ્હી જાય છે. જેથી દિલ્હીથી એક દિવસ માટે આવનારા લોકોને પણ સવારે આવીને સાંજે જવા માટે સ્પાઇસની ફ્લાઇટ મળી રહેશે.
એક દિવસમાં પરત કેવી રીતે અવાશે
ઇન્ડિયનએરલાઇન્સસાંજની ફલાઇટ બંધ કરી દેશે, પણ સ્પાઇસ જેટની ફલાઇટ દિલ્હીથી બપોરે 2.40 વાગે ઉપડે છે અને 4-30 વાગે સુરત આવે છે.મુસાફરોએ એરલાઇન્સ બદલવી પડે, પણ એક દિવસમાં દિલ્હી જઈને પરત આવવું હોય તો આવી શકાશે.
સુરતથી સવારની દિલ્હીની ફલાઇટની વર્ષોની