• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ.સુરત ઉકાઇનાઉપરવાસમાં આજે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદે વિરામ લેતા તંત્રએ હાશકારો અન

ભાસ્કર ન્યૂઝ.સુરત ઉકાઇનાઉપરવાસમાં આજે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદે વિરામ લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. કારણ કે ઉકાઇના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે એક સમયે ચાર લાખ કયુસેક જેટલી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ઉત્તરગુજરાતમાં સોમવારની રાતથી ફરીથી ધોધમાર વરસેલા વરસાદના કારણે સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સરેરાશ ઈંચ જેટલા વરસાદના પગલે ...અનુસંધાનપાના નં.6
જળબંબાકારનીસ્થિતિમાં કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા હતા તો કેટલાય ગામો સંપર્કવિહોણા થઈ ગયા હતા. ઉ.ગુ.માં વરસાદના કારણે એક બાળકી સહિ‌ત કુલ પાંચનાં મોત થયાં હતાં. સાબરકાંઠામાં સોમવારે સાંજથી મંગળવાર સુધીમાં હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં ઇંચ વરસાદ ખાબકયો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. તલોદ તાલુકાના તાજપુરકેમ્પ પાસે આવેલ મેશ્વો નદીમાં બનાવાયેલો ડાયવર્ઝન ધોવાઇ જતા વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. ઇડર તાલુકાના ભાણપુર ગામે પ૦થી વધુ મકાનનાં છાપરાં ઉડી ગયાં હતાં. તેમજ ૧પ થી વધુ વીજપોલ ધરાશયી થઇ ગયા હતા. તલોદ તાલુકાના મુધાસણા ગામના રજુસિંહ શંકરસિંહ રાઠોડ નદીમાં પાણી જોવા જતાં પગ લપસી જતા તણાઈ જવાથી તેમનું મોત નિપજયુ હતું. ભિલોડા તાલુકાના કિશનગઢ ગામે પણ વરસાદ થતાં બે મકાનો ધરાશયી થઇ ગયા હતા. સર્વત્ર વરસાદથી હરણાવ, સાબરમતી, હાથમતી, મેશ્વો અને ખારી નદીમાં પુર આવ્યુ હતું. તેમજ ગુહાઇ, હાથમતી, જવાનપુરા ડેમમાં વરસાદને કારણે ૧૦ હજાર કયુસેકથી વધુ પાણીની આવક થઇ હતી.
પાટણ શહેરમાં ૧૦ ઇંચથી વધુ જ્યારે સિદ્ધપુરમાં ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં મુક્તેશ્વર ડેમમાંથી ૧૦૦૦૦ ક્યુસેક્સ પાણી પાટણના સરસ્વતિ ડેમમાં છોડવાનો નિર્ણય લેવાતા પાટણ તાલુકાના સુજનીપુર,વડલી,હનુમાનપુરા,અનાવાડા,ફુલેસણા,બાદીપુર વગેર ગામોના લોકોને નદી નજીક જવા માટે એલર્ટ સુચના કરવામાં આવ્યા. સિદ્ધપુર તાલુકાના વાધણા, રાજપુર પાસેના નદી વહેતા પાણીમાં પાંચ યુવાનો ડૂબ્યા હતા. જે પૈકી નીકુંજકુમાર લક્ષ્મણભાઇ મેવાડા (૨૩) અને હુસેનમહંમદ ઇસ્માઇલભાઇ કડીવાલા (૨૬)નું મોત નિપજ્યું હતું. કલ્યાણા ગામનાં બંને તળાવો ઓવરફ્લો થતાં ૧પ જેટલા વાદી પરિવારોને શાળામાં સલામત ખસેડાયા હતા. જો કે, સખત ઠંડી અને વરસાદને લઇને વર્ષના બાળકનું મોત થયું હતું. તો સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામમાં એક વ્યક્તિનું વીજ કરંટથી મોત નિપજ્યું હતું. જ્યારે પાટણ શહેરમાં કુલ પાંચ મકાન ધરાશાયી થયાં હતાં.

બનાસકાંઠાના કાંકરેજમાં આઠ, ડીસામાં સાત, વડગામમાં સાત અને પાલનપુર, દાંતામાં ચાર-ચાર ઇંચ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ડીસાન