• Gujarati News
  • ઉપરવાસમાંપડેલ મુશળાધાર વરસાદને પગલે ઉકાઇમાં જબ્બર પાણીની આવક થતાં

ઉપરવાસમાંપડેલ મુશળાધાર વરસાદને પગલે ઉકાઇમાં જબ્બર પાણીની આવક થતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાંપડેલ મુશળાધાર વરસાદને પગલે ઉકાઇમાં જબ્બર પાણીની આવક થતાં ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઇ ગઇ છે. જોકે, પરીસ્થિતીમાં ગ્રહ નક્ષત્રોની ચાલ પણ વક્રી હોય શહેરનાં માથે આંશીક પુરનું સંકટ ઘેરાયું છે જોકે, હાલતો પરીસ્થિતી કાબુમાં છે પણ મંગળની ચાલથી સમસ્યા સજાર્ય શકે છે
ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઇની સપાટી વધતાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તબ્બકે તાપી બે કાંંઠે વહી રહી છે. અને તાપીનાં રોદ્ર સ્વરૂપને જોવા માટે સુરતીઓ જઇ રહ્યા છે પણ ગ્રહ નક્ષત્રોની હાલની ચાલ પ્રમાણે તમામ ગ્રહો પૈકી માત્ર મંગળ અને સુર્યની ચાલ ચિંતાનું કારણ છે. હાલ સુર્ય હાલ કુંભ તથા મંગળ હાલ વૃશ્ચીક રાશીમાં ભ્રમણ કરી રહ્યા હોય તેને પગલે ખાસ મંગળ રાશીનો દુષપ્રભાવ શહેર પર વર્તાઇ શકે છે મંગળ ગ્રહએ હાલમાં પોતાના સ્વામી ગ્રહને છોડીને વૃશ્ચીકમાં ભ્રમણ શરૂ કર્યુ છે તેની સાથે પંચક યોગ પણ બેસતાં મંગળ વધારે નોબત સર્જી શકે છે. વધુમાં સુર્યનું કુંભમાં ભ્રમણ પણ થોડી સમસ્યા સર્જી શકે છે.
જોકે, શહેરમાં ૨૦૦૬ જેવી પુરનું તો પુનરાવર્તન નહી થશે પણ થોડી પરીસ્થીતી થોડી ડામાડોળ થઇ શકે છે. શહેરમાં હાલ પુરતુ તો કોઇ સંકટ દેખાતું નથી પણ બુધવારે પંચક યોગ બાદ મંગળ કેવી ચાલ ચાલે છે તેના પર પરીસ્થીતી મંડરાયેલી છે. મંગળની વૃશ્ચીક રાશીમાં ભ્રમણ સાથે કોઇ મોટી સમસ્યા આવવાની સંભાવના વ્યકત કરાઇ હતી ત્યારે હવે સંભાવના કેટલી સાચી પડે છે તે બુધવારે ખબર પકશે.
તાપી માતાની આરતી કરતાં સુરતીઓ
સુરત:તાપીબે કાંઠે વહેતી થતાં બપોરબાદ ડક્કા અને નાવડી ઓવારા ખાતે લોકો તાપીનું રોદ્ર સ્વરૂપ જોવા માટે ઉમટી પડ્યા હતાં અને તાપી ખમૈયાની પ્રાર્થના કરી રહ્યા હતાં. વીતેલા વર્ષોની યાદ પણ શહેરનું કાળજુ કંપાવી મુકે છે તેથી તાપી માતા શાંત થાય તે માટે લોકોએ પુજા કરી હતી.
બે દિવસ બાદ મંગળની ચાલ પર આગળના સંજોગોનો આધાર
વૃશ્ચિકમાં મંગળનો પ્રવેશ થયો અને અણધારી આફતના એંધાણ વર્તાયા
શનિ અને મંગળ વક્રી થતાં શહેર પર મંડરાતુ પુરનું સંકટ