• Gujarati News
  • સ્મીમેરમાં હલકી કક્ષાની ખાદ્ય વસ્તુ વેચતી કેન્ટીન સીલ

સ્મીમેરમાં હલકી કક્ષાની ખાદ્ય વસ્તુ વેચતી કેન્ટીન સીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકાસંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે એક કેન્ટીનમાં હલકી કક્ષાનું ભોજન પીરસતી એક કેન્ટીનને વરાછા ઝોનના ફુડ વિભાગે દરોડા પાડી સીલ મારી કાર્યવાહી હાથધરી છે.

મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં આવેલી શિલ્પા ટી સેન્ટરમાં ઘણા દિવસોથી નાસ્તો અને જમવામાં હલકી કક્ષાની ખાદ્યચીજવસ્તુઓ પીરસાતી હોવાની વાત વરાછા ઝોનના ફુડ વિભાગને ધ્યાને આવતા ફુડ વિભાગે દરોડા પાડીને ચકાસણી કરતા હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસાતુ હોવાની વાત ધ્યાને આવતા કેન્ટીનને સીલ કરાઇ હતી.