• Gujarati News
  • અઠવા બ્રિજ દુર્ઘટનામાં પાંચ ઈજનેરોના જામીન ફગાવાયા

અઠવા બ્રિજ દુર્ઘટનામાં પાંચ ઈજનેરોના જામીન ફગાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાબ્રિજ દુર્ઘટનામાં ઉમરા પોલીસ સમક્ષ હાજર થયેલા પાંચ જુનિયર ઈજનેરોએ જામીન પર મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી ગુરુવારે હાથ ધરાતાં સેશન્સ કોર્ટે તેઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

અઠવા બ્રિજ દુર્ઘટનામાં ઉમરા પોલીસે ભોબે એન્ડ કંપની, રચના કન્ટ્રકશન સહિત 18 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે-તે સમયે ઉમરા પોલીસે બ્રિજ સેલના ડેપ્યુટી ઇજનેર એન.કે. દીક્ષિતની ધરપકડ કરી હતી. બાકીના 17 આરોપીઓને કોર્ટની મંજૂરી લઈ ભાગેડુ જાહેર કરાયા હતા. રચના કન્સ્ટ્ક્શનના 4 શખ્સો હાઇકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે લાવ્યા હતા. જ્યારે બાકીના આરોપીઓએ 19મી નવેમ્બર સુધી પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. 3 નવેમ્બરે ભાગેડુ પૈકીના સ્પેક્ટ્રમ ટેક્નો કન્સલ્ટન્ટ કંપનીના જુનિયર ઇજનેર સહિત પાંચ આરોપી હાજર થતાં ઉમરા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં પાંચેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા જુનિયર ઈજનેરો ભીખુ ખંડુ નાયક, શૈલેશ હીરા પરમાર, આકાશ દિનેશ પટેલ, સંજય હરી પરમાર અને ભાવેશ રમેશ પટેલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી ગુરુવારે હાથ ધરાતાં સેશન્સ કોર્ટે પાંચેયની જામીન અરજી ફગાવી દીધી હતી.