• Gujarati News
  • પ્રવાસ દરમિયાન પર્ણવી લુયસીએ લખેલી ડાયરી પુસ્તક બને છે

પ્રવાસ દરમિયાન પર્ણવી-લુયસીએ લખેલી ડાયરી પુસ્તક બને છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રવાસ દરમિયાન પર્ણવી-લુયસીએ લખેલી ડાયરી પુસ્તક બને છે

પુસ્તકમાંપશ્વિમ સંસ્કૃતિનું ચિંતન થાય છે. પર્ણવી ભારતીય ફેમિલીમાં પિસાતી રહે છે એને બહારના દેશનું કલ્ચર નવું લાગે છે, જ્યારે એમના કાકાની છોકરી લુયસીને ભારતનું કલ્ચર નવું લાગે છે. બન્નેના સંવાદો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. વિશ્વની સૌથી મોટી પ્રજામાં ભારત ત્રીજા સ્થાને આવે છે. વાત પર્ણવીને આકરી લાગે છે જ્યારે લુયસીને નવીન અને રસપ્રદ. લુયસી ધણી સ્વતંત્ર મિજાજની છે. તેમજ ભારતીય સંસ્કારોને ફોલો કરે છે, પણ એને સ્વતંત્રતા અને સ્વછંદતા બન્નેમાં જીવવું ગમે છે. લુયસીને બોય ફ્રેન્ડ હોય છે પણ એમના લગ્ન નથી થયા. તે આદિવાસી છે અને પુરાતત્વ સબ્જેક્ટ પર રીસર્ચ સ્કોલરની સ્ટડી કરે છે. એક વાર પર્ણવી અને લુયસી આદિવાસી ગામનો પ્રવાસ કરે છે અને પ્રવાસ દરમિયાન એક ડાયરી લખે છે. ડાયરી પરથી ‘‘પાંખેથી ખર્યું આકાશ’નું સર્જન થાય છે.

િસટી રીપોર્ટર :સુરત

‘સ્નેહનાઅમૃતનિર્ઝરમાંથી ‘પર્ણવી’નો જન્મ થયો. પર્ણવી એક પાત્ર નહીં, સંવેદના છે, અને ‘પાંખેથી ખર્યું આકાશ’ના સંજોગ અને ઘટનાઓ એક વિચારધારા છે. કથાનું પાત્ર પર્ણવી ક્યારેક રીબાય છે, ક્યારેક મુક્તિની મોકળાશ અનુભવે છે તો ક્યારેક છૂપી પ્રતિશોધવૃત્તિને વશ થઇ જાય છે, હા અને ક્યારેક મનોમંથન કરીને સમાધાન શોધે છે પણ બધાની ઉપર નિરંતર ચાહે છે. જે સર્જાયું છે તે તો સ્ત્રી હૃદયમાં નિરંતર વહેતા પ્રેમનું કાવ્ય છે. ‘પાંખેથી ખર્યું આકાશ’ની કથા એને ઉજાગર કરે છે તે એક સુખદ અકસ્માત પણ છે. મારી પર્ણવી ભલે સૂર્ય જેવી તેજસ્વિની નથી, પરંતુ આંસુઓ અને ઝંખનાના આવેગમાં પણ લગીરે ઝાંખી કે દુર્બળ નથી. તાપમાં તપીતપીને સો ટચના સોના જેવી ઊભરતી એની સંવેદના દરેક યુગની સ્ત્રીને પોતાની લાગશેω પ્રશ્ન મેં મારી જાતને અનેક વાર પુછ્યો છે. સમય કદાચ એનો જવાબ આપે, પણ ત્યારે હું ક્યાં હોઇશ તો કોઇને ખબર નથી’ ‘પાંખેથી ખર્યું આકાશ’ બુકનો રિવ્યુ યોજાયો હતો જેમાં બુકના પાત્ર ‘પર્ણવી’ અને સ્ત્રીના હૃદયમાં શું સામ્યતા છે એનું વર્ણન કરતા ભારતી રાણે દ્વારા વાત કરવામાં આવી હતી

નર્મદ લાઇબ્રેરીમાં ભારતી રાણેએ ‘પાંખેથી ખર્યું આકાશ’ બુકનો રિવ્યુ કર્યો, જેમાં એમણે પર્ણવીના પાત્ર િવશે વાત કરી

દરેક યુગની સ્ત્રીમાં એક ‘પર્ણવી’ જીવે છે