સલીમ શેખ . સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલીમ શેખ . સુરત

અઠવાલાઈન્સખાતે નવી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર છે અને વકીલો પોતાના ટેબલ સેટ કરવાની ગોઠવણમાં છે પરંતુ વકીલો વધુ ને જગ્યા ઓછી જેવી સ્થિતિમાં હોવાથી નવી બિલ્ડિંગમાં ટેબલનું એડવાન્સ બુકિંગ કરવામાં આવશે.

નવી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર છે અને વકીલો પોતાના ટેબલ સેટ કરવાની ગોઠવણમાં છે ત્યારે વકીલો વધુ અને જગ્યા ઓછી જેવી સ્થિતિ સર્જાતા નવી બિલ્ડિંગમાં ટેબલનું એડવાન્સ બુકિંગ થનાર છે. બાર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર સાતમી ડિસેમ્બરના રોજ દસ માળની નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન થયા બાદ બાર માટે ફાળવાયેલાં રૂમમાં ટેબલ મૂકવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એના જુદા-જુદા વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેમાં એક વિકલ્પ જૂની બિલ્ડિગમાં બેસવાનો છે અને બીજો ડ્રોનો છે. જે મુજબ નવી કોર્ટમાં ફાળવાયેલાં વકીલ રૂમમાં કેટલાં ટેબલ સમાઈ શકે છે તેની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ટેબલ દીઠ 5000 લઈ ડ્રોના આધારે ટેબલ ફાળવી દેવામાં આવશે. રકમ લાઇફ ટાઇમ માટેની હશે. એક ટેબલદીઠ બેથી ત્રણ વકીલો પણ બેસી શકશે. જેથી ટેબલની કોસ્ટ સીધી રૂપિયા 1500 પણ થઈ જશે. જો કે, બારની કારોબારીમાં નક્કી થયા બાદ પ્રોસેસ આગળ લઈ જવાશે.

બીજી કઇ શક્યતા છે

ડ્રોની રકમ બાર માટે વપરાશે

જો ડ્રોપ્રમાણેની સિસ્ટમ મંજૂર થાય તો ટેબલ માટે જે લેવાયેલી રકમ બારના એકાઉન્ટમાં રહેશે અને બાર માટે તેનો ઉપયોગ થશે.

નવી કોર્ટ સારી

વકીલઇચ્છશે કે તેને નવી કોર્ટમાં બેસવાની જગ્યા મળે. કેમકે મોટાભાગનું કામ ત્યાંથી થશે. જો કે, બારની મિટિંગ મળનાર છે તેમાં જોઇએ શું થાય છે.’ > ઇલ્યાસપટેલ, એડવોકેટ

અનેક બાબતો વિચારણ હેઠળ

ડ્રોનાઆધારે ટેબલની ફાળવણી કરવાનો વિચાર છે. ઉપરાંત પણ બેઠક વ્યવસ્થાના બીજા વિકલ્પ છે. મિટિંગમાં જે નક્કી થશે મુજબ કરશે. વકીલરૂમ મળયા બાદ તેની વ્યવસ્થા બાર દ્વારા ગોઠવવામાં આવે છે.’ > ધર્મેશપટેલ, પ્રમુખ,બાર એસો.

જૂની કોર્ટમાં વ્યવસ્થા

નવી કોર્ટશરૂ થયા બાદ જૂની કોર્ટ સંપૂર્ણ રીતે ખાલી થઈ જશે. એટલે હાલ જે માળ સુધી વકીલોના ટેબલ રહે છે તે ગ્રાઉન્ડ ફલોર, ફસ્ટ અને સેકન્ડ ફલોર સુધી ગોઠવાઈ જશે.

615 ટેબલ

હાલ કોર્ટમાં615 ટેબલ ગોઠવાયા છે. વકીલો સોમવારે નવી કોર્ટમાં કેટલાં ટેબલ આવી શકે એનું કેલ્ક્યુલેશન કરશે ત્યારબાદ આગળનું પ્લાનિંગ કરાશે.

} એકપ્લાનિંગ મુજબ જ્યાં સુધી નવી કોર્ટ બિલ્ડિંગમાં સેટઅપ નહીં થાય