• Gujarati News
  • HIVગ્રસ્ત પિતાના હવસનો ભોગ બનેલી પુત્રીનો ટેસ્ટ નેગેટીવ આવ્યો

HIVગ્રસ્ત પિતાના હવસનો ભોગ બનેલી પુત્રીનો ટેસ્ટ નેગેટીવ આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિનવિસ્તારમાં સગો પિતા તેની દીકરીને વર્ષથી વાસનાનો શિકાર બનાવતો હોવાની ધૃણાસ્પદ ઘટના ગત રોજ પ્રકાશમાં આવી હતી. પિતા પાંચ વર્ષથી એચઆઈવીગ્રસ્ત હોય દીકરીમાં પણ રોગ લાગુ છે કે કેમ તેની સિવિલ હોસ્પિટલ ખાતે ચકાશણી કરાઈ હતી. તેમાં અલાઈઝા ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ હજી તે સંપૂર્ણ ભય મુક્ત છે તેમ કહી શકાય નહી તેમ તબીબો જણાવી રહ્યાં છે.

સિવિલ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ પલસાણા ટી પોઈન્ટ પાસે સચિન પોલીસ મથક વિસ્તારમાં રહેતા તિવારી પરિવારમાં પત્નીએ પતિ અરવિંદ છેલ્લા વર્ષથી પોતાની 16 વર્ષની પુત્રીને અવાર-નવાર ધાકધમકી આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો રહ્યો હોવાની સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, આખરે માતા સમક્ષ પુત્રીએ પિતાના કરતુતનો ભાંડો ફોડ્યો હતો. સચિન પોલીસે દુષ્કર્મ અને ચાઈલ્ડ-સેકસ્યુલ ઓફેન્સિસ અંતર્ગત ગુનો દાખલ કરીને આરોપી પિતાની ધરપકડ કરી હતી. જોકે, સાથે પ્રશ્નએ હતો કે પિતા છેલ્લા પાંચ વર્ષથી એચઆઈવીગ્રસ્ત છે.

તેથી તેની પુત્રીને પણ એચઆઈવી હોવાની સંભાવના વર્તાય હતી. તેથી પોલીસે તે ટેસ્ટ પણ સિવિલ ખાતે કરાવ્યો હતો. જોકે, એઆરટી સેન્ટરમાં થયેલા અલાઈઝા ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

કિશોરીના 3 - 6મહિના બાદ બે ટેસ્ટ કરાશે

સિવિલનાએઆરટીસેન્ટરના ડો.આલાપ મહેતા જણાવે છે કે, ‘છેલ્લા પાંચ વર્ષથી કિશોરીનો પિતા એચઆઈવી ગ્રસ્ત છે તેની ટ્રીટમેન્ટ અહીં ચાલે છે. કિશોરીના આલાઈઝા ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ હજી તેને ભયમુક્ત છે તેમ કહી શકાય નહીં કેમકે તેનો ત્રણ અને મહિના પછી ટેસ્ટ કરાશે ત્યાર બાદ હકીકત ખબર પડશે.’