• Gujarati News
  • ખટોદરા અને પાંડેસરામાંથી ગૌમાંસ ઝડપાયું

ખટોદરા અને પાંડેસરામાંથી ગૌમાંસ ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખટોદરામાનદરવાજાની દુકાનમાંથી અને પાંડેસરામાં એક રીક્ષામાંથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે ગૌમાસના જથ્થા સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. ખટોદરા માનદરવાજા ખાતે ખ્વાજાનગરની એક દુકાનમાં ગૌમાંસ વેચાતુ હોવાની ગૌરક્ષકોને બાતમી મળી હતી. બાતમીના આધારે ખટોદરા પોલીસે ખ્વાજાનગરમાં છાપો મારી શેખ મહેમૂદ ઉર્ફે બુઢન શેખ ખેરાતને 10 કીલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રમાણે ગૌરક્ષકોની બાતમીના આધારે પાંડેસરા પોલીસે બાટલીબોય સીએનજી પંપની સામેથી રીક્ષામાં ગૌમાંસ લઈ જતા રસુલ રહીમભાઈ સોલંકી (રહે. ખ્વાજાનગર માનદરવાજા) અને ભોલા રહેમાન કુરેશીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રીક્ષામાંથી 3 કીલો જેટલુ ગૌમાંસ કબજે કરી બન્નેની ધરપકડ કરી હતી.