• Gujarati News
  • કોર્પોરેશનના પાપે સતત પ્રદૂષિત બની રહેલી તાપી

કોર્પોરેશનના પાપે સતત પ્રદૂષિત બની રહેલી તાપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિકમહત્વ ધરાવતી તાપી નદીમાં દિન-પ્રતિદિન પ્રદુષણની માત્રા વધતી જાય છે.શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગટરનું ગંદુ પાણી બેરોકટોક તાપી નદીમાં છોડવામાં આવતું હોવાનું જાણવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી.નદીમાં ગંદુ પાણી ઠાલવતા 17 આઉટલેટ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સ્થાનિક અધિકારીએ નોટિસ ફટકારી હોવા છતાં તે બાબતે કોર્પોરેશનના અધિકારીઓ દુર્લક્ષ સેવતા હોવાથી પાલિકાના પાપે તાપી નદી ગંદી-ગોબરી બની રહી છે.

તાપી નદીમાં ગટરના ગંદા પાણી ઠલવાતા હોવાની ફરિયાદો વારંવાર થતી રહે છે.આમ પણ તાપી નદીનો ઘેરાવો દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે તેમાં લોકોના ગટરના ગંદા પાણી નદીમાં મોટા પ્રમાણમાં ઠલવાઇ રહ્યાં હોવાથી પ્રદુષણની માત્રામાં પણ વધારો થઇ રહ્યો છે.તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર ઝોનના લોક દરબારમાં પણ કાઉન્સિલરોએ તાપી નદીમાં ઠલવાઇ રહેલા ગટરના ગંદા પાણી અંગે રજૂઆત કરી હતી ત્યારે બાબતે પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનો પ્રત્યુત્તર કોર્પોરેશનના અધિકારીઓએ આપ્યો હતો.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સ્થાનિક અધિકારીઓએ તાજેતરમાં કોર્પોરેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાંથી તાપી નદીમાં ઠલવાતા ગટરના ગંદા પાણી અંગે સર્વે અને સ્થળ નિરિક્ષણ કર્યું હતું.અઠવા,વરાછા,રાંદેર,અડાજણ અને અમરોલી સહિતના વિસ્તારોમાંથી કુલ 17 સ્થળે નદીમાં ગંદા પાણી ઠલવાતા આઉટલેટ મળી આવ્યા હતાં.આ તમામ સ્થળેથી જીપીસીબીના અધિકારીઓએ પાણીના સેમ્પલો લઇને ચકાસણી કરાવતા તેમાં પ્રદુષણની માત્રા જણાઇ આવી હતી.જીપીસીબીના ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ ગંદા પાણીના આઉટલેટ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અથવા તો ગંદા પાણીને યોગ્ય ટ્રીટમેન્ટ આપીને નદીમાં નિકાલ કરવા બાબતે નોટિસ આપી છે.જીપીસીબી દ્વારા નોટિસ આપ્યા પછી પણ ગંદા પાણીના આઉટલેટ બંધ કરાવવા કોર્પોરેશનના અધિકારીઓએ હજી સુધી કોઇ નક્કર પગલાં લીધા નહીં હોવાથી આજે પણ ડોમેસ્ટિક ગટરના ગંદા પાણી તાપી નદીમાં ઠલવાઇ રહ્યાં છે.

ગંદુ પાણી ઠાલવતા 17 સ્થળ

{સરદારબ્રિજ નીચે

{વિવેકાનંદબ્રિજ નીચે

{નાનપુરાબ્રિજ નીચે

{રાંદેરટીમલાપંચ ઓવારા પાસે

{વરિયાવ

{તાડવાડી-નવાપુરાપાસે

{પાલ,કૈલાસ મુક્તિધામ પાસે

{અડાજણ,સ્વામિનારાયણમંદિર પાસે

{અઠવા,કામનાથમહાદેવ મંદિર પાસે

{નાનપુરા,ઓવારાપાસે

{અમરોલીબહુચરાજી માતા મંદ