• Gujarati News
  • સ્મીમેરમાં ગર્ભસ્થ બાળકનું સફળ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાયું

સ્મીમેરમાં ગર્ભસ્થ બાળકનું સફળ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મીમેરનાગાયનેક વિભાગમાં એક ગર્ભવતી મહીલાના ગર્ભાવસ્થાના સાતમાં મહીને ‘ઈન્ટ્રા યુટરાઈન બ્લડ ટ્રાન્સફ્યુઝન’ એટલે કે ગર્ભાવસ્થામાં શીશુને બ્લડ ચઢાવવાની સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કેસ સમગ્ર સાઉથ ગુજરાતમાં પ્રથમ હોવાનો દાવો ગાયનેક વિભાગના તબીબોએ કર્યો હતો.

સ્મીમેરના ગાયનેક વિભાગના ડો.અશ્વીન વાછાણીના જણાવ્યા મુજબ મહીલાને પાંચમી વખત ગર્ભધારણ થયું હતું. મહીલાનુ બ્લડ ગ્રુપ ઓ-નેગેટીવ છે. આગળ ચાર વખત તેનું બાળક ગર્ભાવસ્થામાં મૃત્યુ પામ્યું હતું. સાતમાં મહિને સ્મીમેરના ડો.મોના શાસ્ત્રીએ સોનાગ્રાફી કરાતા મહિલાને ‘આરએચ આઈસો ઈમ્યુનાઈઝેશન’ને લીધે ફેટલ હાઈડ્રોપ્સની બિમારી છે, જેમાં માતાના નેગેટીવ અને બાળકના પોઝીટીવ બ્લડને લીધે ગર્ભસ્થ બાળકના રક્તકણો ફાટી જાય છે જેથી ગર્ભનો વિકાસ અટકી જતા તે પેટમાં મૃત્યુ પામે છે. કેસમાં ગર્ભસ્થ બાળકને બચાવવા માટે માતાના ગર્ભમાં બાળકને લોહી ચઢાવવું પડે છે. પ્રોસીજર ખુબ જટીલ હોય છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે કેસમાં સફળતા મળતા ગાયનેક વિભાગમાં ‘ફેટલ મેડીસીન વિભાગ’ની પણ શરૂઆત કરવામાં આવી હતી.

પ્રોસીજર માટે સ્પેશ્યલ ટ્રેનીંગ લીધેલા તબીબની મદદ મેળવાઈ હતી પરંતુ આવા ઓપરેશનનો ખર્ચો વધુ હતો અને મહીલા ખુબ ગરીબ હતી તેથી જનની સુરક્ષા યોજના હેઠળ સ્પેશ્યલ કેસ તરીકે સરકારની મંજુરી મેળવી 25 નવેમ્બરે મહીલાને બોલાવી ઈન્ટ્રાયુટરાઈન બ્લડ ટ્રાન્સફ્યુઝન સફળતા પૂર્વક કરાયું હતું. દર 10થી 12 દિવસે જરૂરિયાત પ્રમાણે પ્રક્રીયા કરવી પડે છે. હાલ ગર્ભ-માતા બંનેની તબીયત સારી છે.

સ્પેશિયલ કેસ તરીકે ગણી સરકારની મંજૂરી મેળવાઈ