• Gujarati News
  • આહીર સમાજની મહિલાઓને ઘૂંઘટ લાજમાંથી મુક્તિ અપાશે

આહીર સમાજની મહિલાઓને ઘૂંઘટ-લાજમાંથી મુક્તિ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1ડિસેમ્બરે આહીર સમાજના ઉપક્રમે સમૂહલગ્નમાં 170 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. પ્રસંગે સમાજની મહિલાઓને ઘૂંઘટ તેમજ લાજ કાઢવાની પ્રથામાંથી તિલાંજલિ અાપી સમાજના આગેવાનો એક પહેલ કરશે.

1 ડિસેમ્બરના રોજ આહીર સમાજ દ્વારા 22મા સમૂહલગ્નનું આયોજન ગોડાદરા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 170 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહલગ્નમાં નવવધૂને સ્વચ્છતાના પ્રતીકરૂપે કરિયાવરમાં સાફસફાઈની ડોલ અપાશે, જ્યારે ભ્રૂણહત્યા જેવા પાપ કરવા માટે પણ નવદંપતી પ્રણ લેશે. તમામ મુદ્દાઓ વચ્ચે આહીર સમાજમાં હાલમાં પણ ઘૂંઘટ અને લાજ કાઢવાની પ્રથા ચાલી રહી છે, જેને કાયમી ધોરણે તિલાંજલિ આપવા જાહેર આહવાન કરાશે.

સમાજના આગેવાનો પ્રસંગે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા નવતર પ્રયોગ પણ કરશે, જેમાં દરેક કન્યાને કરિયાવર સાથે સાફસફાઈ માટે એક ડોલ પણ આપશે. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, સહિત આહીર સમાજના અંદાજે 60,000 સભ્યો સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેશે.