• Gujarati News
  • મહીધરપુરાહીરાબજારમાં ભાગીદારીમાં પોલીશ્ડ હિરાની ઓફિસ શરૂ કરી રૂપિયા 57.81

મહીધરપુરાહીરાબજારમાં ભાગીદારીમાં પોલીશ્ડ હિરાની ઓફિસ શરૂ કરી રૂપિયા 57.81

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીધરપુરાહીરાબજારમાં ભાગીદારીમાં પોલીશ્ડ હિરાની ઓફિસ શરૂ કરી રૂપિયા 57.81 લાખની ઠગાઇ આચરી ભાગીદાર ફરાર થઇ જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મહીધરપુરા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, દીલીપસીંહ શેતાનસીંહ રાજપુત(રહે. ઘર નં. 43,44, રણછોડનગર, નાના વરાછા, મુળ. કરબટીયા, તા. વડનગર, જિ. મહેસાણા )એ દીપક ચંદુભાઇ ગોસાઇ (રહે : વલ્લભશ્રુતિ રેસીડેન્સી, પાલ) સાથે ગત જાન્યુઆરી માલમાં મહીધરપુરાની હવાડાશેરીમાં સંતકૃપા બિલ્ડીંગમાં થ્રીડી જેમ્સના નામથી પોલીશ્ડ હીરાની લે વેચની ભાગીદારી પેઢી શરૂ કરી હતી. થોડા સમય ધંધો બરાબર ચાલ્યો હતો. ભાગીદાર દીપકે દીલીપસીંહનો વિશ્વાસ મેળવી લીધો હતો. ત્યાર બાદ ધંધામાંથી રૂપિયા અને પોલીશ્ડ માલ મળી કુલ રૂપિયા 57,81,055 લઇ ગયો હતો. ત્યાર બાદ પોલીસ ડાયમંડનું પેમેન્ટ કર્યા વગર ઓફિસે આવવાનું બંધ કરી તેમજ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. અંગે મહીધરપુરા પોલીસમાં દીલીપસિંહે ફરિયાદ કરતા દીપક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. વધુ તપાસ મહીધરપુરા પોલીસે હાથધરી છે.

હીરાવેપારી સાથે 57 લાખની ઠગાઈ કરી ભાગીદાર ફરાર

વરાછાના હીરાની પેઢીના માલિક છેતરાયા