• Gujarati News
  • દર રવિવારે યોજાય છે રનિંગ ઇવેન્ટ

દર રવિવારે યોજાય છે રનિંગ ઇવેન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર રવિવારે યોજાય છે રનિંગ ઇવેન્ટ

સુરતીરનર્સ ગ્રુપ દ્વારા મેરેથોન રન વિશેની જાણકારી આપવામાં આવે છે તેમજ નવી ટેકનિક્સ અને રનિંગ વિશેની ટીપ્સ આપવામાં આવે છે. ગ્રુપ દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ દર રવિવારે ગ્રુપના મેમ્બર એક પ્લેસ પર મળીને સુરતના વિવિધ પ્લેસ જેવા કે જોગર્સ પાર્ક, ડુમસ રોડ, ગૌરવપથ પર રનિંગ ઇવેન્ટનું આયોજન કરે છે. ગ્રુપ દ્વારા ‘પોતે પણ દોડો અને બીજાને પણ દોડાવો’ સ્લોગન રાખવામાં આવ્યુ છે જેના માધ્યમથી સિટીના મેક્સિમમ લોકોમાં રનિંગ પ્રત્યેની જાગૃતિ આવે એવો પ્રયત્ન કરવામાં આવે છે.

CITY GROUP

મારી સાથે દોડે છે 100 સુરતીઓ

ગ્રુપ યુનિટી પણ શીખવાડે છે

આત્મવિશ્વાસ વધારે છે ગ્રુપ

જ્યારે મે દોડવાની શરૂઆર કરી ત્યારે હું એકલો દોડતો હતો, પણ હવે ગ્રુપમાં જોડાયા પછી મારી સાથે 100 લોકો દોડે છે. રનિંગ માત્ર ફિટ રહેવા માટે નહીં, પણ આખા દિવસની તાજગી ભરવા માટેનું બેસ્ટ માધ્યમ છે.

ડો.પ્રણવ દેસાઇ,ડોક્ટર

ગ્રુપથી મને ઘણું મોટિવેટશન મળ્યુ છે. તેમજ ટીપ્સ અને ટેકનિક્સ મળવાથી મારી સ્ટેમિના પણ ઇમ્પ્રુવ થઇ શકી છે. ગ્રુપ રનિંગની સાથે યુનિટી પણ શીખવાડે છે. ગ્રુપની મે ઘણી મેરેથોનમાં પાર્ટિસિપેટ પણ કર્યુ છે.

હાર્દિકસેલર, એન્જિનિયર

રનિંગ એટલે જુસ્સો. જ્યારે લોકો રનિંગની શરૂઆત કરે છે ત્યારે એમનામાં આત્મ વિશ્વાસ વધારવો જરૂરી બની રહે છે જેથી સુરતીઓના કોન્ફિડન્સ લેવલને એક પ્લેટફોર્મ પણ બિલ્ડઅપ કરી શકાય માટે ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે.

ડો.નેહલપટેલ, ડોક્ટર

રનિંગની પ્રેકટિસ, ટીપ્સ અને ઇન્ફર્મેશન આપવા માટે માત્ર પાંચ મેમ્બરથી શરૂ થયેલા સુરતી રનર્સ ગ્રુપમાં આજે 400થી વધુ મેમ્બર્સે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે

સુરતીઓને સાથે રાખીને દોડે છે સિટીનું ‘રનર્સ ગ્રુપ’

િસટી રીપોર્ટર :સુરત

મેરેથોનવિશેની અવેરનેસ ક્રિએટ કરવા માટે હૈદરાબાદમાં હૈદરાબાદ રનર્સ ગ્રુપની શરૂઆત થઇ જ્યારે બેંગલોરમાં રનર્સલાઇફ ગ્રુપ શરુ કરવામાં આવ્યુ હતું. મુંબઇ, કોલકત્તા, દિલ્હી, જયપુર જેવા સિટીમાં પણ રનર્સ ગ્રુપની શરૂઆત થઇ હતી. કોન્સેપ્ટ પરથી સુરતીઓને રનિંગની પ્રેકટિસ, ટીપ્સ અને ઇન્ફર્મેશન આપવા માટે ડો.પ્રણવ દેસાઇ, ડો.કલ્પેશ જૈન, મીના વાંકાવાલા, રાહુલ કેડિયા અને ડો.નેહલ પટેલ દ્વારા ‘સુરતી રનર્સ ગ્રુપ’ની શરૂઆત 2009માં કરવામાં આવી હતી. માત્ર પાંચ મેમ્બરથી શરૂ કરવામાં આવેલા ગ્રુપમાં આજ