• Gujarati News
  • ▲રૂ 40 લઇ ઘરેથી નિકળેલા બે ભાઇઓ ત્રણ દિવસથી ગુમ

▲રૂ 40 લઇ ઘરેથી નિકળેલા બે ભાઇઓ ત્રણ દિવસથી ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટારરોડ પર આવેલી અમુલ સોસાયટીમાં રહેતા બે સગા ભાઇઓ પ્રિતમ ઉર્ફે બ્રિજેશ(8)અને રાજેશ (10) ગત બંને ગત શુક્રવારે બપોરના સમયે ઘર નજીક રમવા માટે ગયા હતા પરંતુ મોડી રાત સુધી તેઓ પરત નહી આવતા તેને પિતાએ ખટોદરા પોલીસ મથકમાં અપરહરણની ફરિયાદ દાખલ કરાવી છે. બંને બાળકો નજીકમાં આવેલી હિન્દી શાળામાં અભ્યાસ કરે છે અને તેના પિતા રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. બંને બાળકો ઘરેથી 40 રૂ લઇ રમવા જઇએ છીએ તેટલુ કહીને નિકળ્યા હતા પોલીસ દ્વારા બંને બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું કે પહેલા દિવસે બાળકો ઘરની નજીકના બાગમાં અને રવિવારે અલથાણ વિસ્તારમાં દેખાયા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.