• Gujarati News
  • પૂર્વ જૂડો ચેમ્પિયન સાધ્વી ત્રાસ સામે હારી ગઈ

પૂર્વ જૂડો ચેમ્પિયન સાધ્વી ત્રાસ સામે હારી ગઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીક્ષાબાદ દાદીગુરૂએ આપેલા અસહિય માનસિક ત્રાસને કારણે હું સંયમી જીવન છોડવા મજબુર બની છું,જેમને મને દીક્ષા અપાવી તેમને મારા સાધ્વીના કપડા ઉતરાવ્યા.આજે હું નથી સંસારી કે નથી સંયમી...સંયમી માર્ગેજતી યુવતી મારા જેવી સ્થિતમાં મુકાય તે માટે હું લડીશ અને જરૂર પડશે તો અદાલતના દ્વાર પણ ખખડાવીશ..આ શબ્દો છે મહેસાણાની પૂર્વ જુડો ચેમ્પિયન ખુશ્બુના જેણે આઠ મહિના પહેલા વૈરાગ્ય લઈ સાધ્વી જિનાગકૃપાના નામથી સંયમી જીવન અપનાવ્યું હતું.

જૈન સમાજના ઇતિહાસમાં 522 વર્ષ પછી સુરતમાં સૌપ્રથમવાર એક સાથે 45 મુમુક્ષુ 1 ડિસેમ્બરે દીક્ષા અંગિકાર કરવાના છે ત્યારે સુરતમાં અડાજણ પાટીયા પાસે શાંન્તિદીપ રેસીડેન્સીમાં આવેલા ઉપાશ્રયમાંથી સાધ્વી ભાગી છૂટતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહેસાણાના વકીલ મહેશભાઇ મહેતાની 21વર્ષિય પુત્રી ખુશ્બુ 8 વર્ષની સાધનાને અંતે ગત 2 માર્ચ 2014માં સાધ્વી જિનકૃપાશ્રીજી મ.સા.ના શિષ્યા તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી.એક સપ્તાહથી સંયમી જીવનથી પિતાના ઘરે પરત ફરેલ સાધ્વી જીનાગકૃપા (ખુશ્બુ)એ કરેલા આક્ષેપ મુજબ દાદીગુરુ રત્નકલાશ્રીજી દિક્ષા બાદ મારામાં પાત્રતા હોવાનું કહી ગુરૂથી દુર રાખી શાબ્દીક ત્રાસ ગુજારતા હતા.ગુપ્તાગમાં પરૂ થવાથી માંડી સીડી પરથી પડીજવાની ઘટનાને માત્ર ઢોંગ ગણાવીને પરેશાન કરનાર દાદીગુરૂ દ્વારા અડધી રાત્રે જિનકૃપાને જીવતી રાખવી હોય તો અહીથી નીકળી જા એમ કહેતા હતા. આથી તેણે માતા-પિતાને અજાણ રાખી સંયમી મા રાજશ્રીબહેન તેમજ રાજુભાઇ (ગુરૂ જિનકૃપાશ્રીજીના માતા-પિતા)ને વિગતે જાણ કરી હતી.જોકે, તેમણે જીનકૃપાને મૂંગા મોઢે રહેવાની સૂચના આપી હતી. આથી સાધ્વી નાસી છૂટી હતી.

સાધ્વીમાંથી ફરી સંસાર પરત ફરી

ત્રાસ અસહ્ય બનતા સવારે 4 વાગે નાસી

સપ્તાહપૂર્વેઅસહ્ય ત્રાસ વચ્ચે સંયમી જીવનનો માર્ગ ત્યાંગવાના નિર્ણય સાથે પરોઢીયે 4 વાગ્યે અપાશ્રયમાંથી સાધ્વીવેશમાં ભયભીત હાલતમાં મુંઠ્ઠીવાળીને 5 કિલોમીટર સુધી દોડેલી ખુશ્બુ બાઇક સવારની મદદથી સુરત બસ સ્ટેન્ડ પહોચી હતી. અહી પણ મુશ્કેલી તેની રાહજોતી હોય તેમ વિના ટીકીટે મુસાફરી કરવાના મુંદ્દે કંડકટરે બતાવેલા પોલીસના ડર વચ્ચે સાથી યુવતીની મદદથી અમદાવાદ પહોચેલી ખુશ્બુ સાધ્વીવેશને છુપાવવા શાલ ઓઢીને ભીખારીઓની લાઇનમાં ગોઠવાઇ હતી. મહેસાણામાં તેમની સારવાર કરનાર ડો. એ.કે. શાહે જણાવ્યું હતું કે ખુશ્બુ અહીં આવી ત્યારે તેમનામાં ખુબ અશક્તિ હતી.

દાદીગુરુ રત્નક