• Gujarati News
  • રેતીના નાણાં મુદ્દે ધિંગાણુ, 6ને ઈજા

રેતીના નાણાં મુદ્દે ધિંગાણુ, 6ને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંસિંધી કેમ્પ તરફ જતા પ્રિતમદાસ ચોકસામે રેતીની લીઝ બાબતે ઓડ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. એકબીજા ઉપર થયેલા હુમલામાં કેટલાક શખ્સોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીમાં સિંધી કેમ્પ તરફ જતા રોડ ઉપર ત્રણ રસ્તા નજીક પ્રિતમદાસ ચોક સામે ઓડ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મોડી સાંજે છૂટા હાથની મારામારી થતા મામલો બિચક્યો હતો. ઝઘડામાં હથિયારો પણ ઉછળતા કેટલાક શખ્સોને ઈજા પણ પહોંચી હતી. ગત રાત્રે 10.30 કલાકની આસપાસ ઘટના ઘટી હતી.

ટાઉન પોલીસમાં નગીનભાઈ ઓડ (રહે. સિંધી કેમ્પ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ 14મીના રોજ નગીનભાઈ ઓડ તેમના દીકરાઓ સાથે જ્યાં લીઝ મેળવી છે કુરેલ ગામની હદમાં નદીકાંઠે પહોંચ્યા હતા. વખતે દલપતભાઈ ઓડ (રહે. સિંધી કેમ્પ) પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેની પણ કુરેલ ગામમાં પૂર્ણા નદીમાં નગીનભાઈ ઓડની બાજુમાં લીઝ તેના પાર્ટનર સાથે રાખી હતી. તેઓ પણ રેતી કાઢવા ટ્રકના રસ્તાનું આયોજન કરવા ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન નગીનભાઈ ઓડે તેમને રેતીના રૂ. 2 લાખ આપવાના બાકી હોવાની વાત કરી હતી. દલપત ઓડે પણ લીઝ સુરતના મહેન્દ્ર નામના શખ્સ પાસેથી લીધી છે તમે કેમ વચ્ચે પડો છો તેમ જણાવતા દલપતભાઈ ઓડના પાર્ટનર અને તેની સામે નગીનભાઈ ઓડના માણસો સામસામે આવી ગયા હતા પરંતુ મામલો થાળે પડી ગયો હતો. જોકે તે વખતે માત્ર ઝઘડો થયો હતો પરંતુ તેના કારણે બંને પક્ષમાંના પરિવારજનો નજીક નજીકમાં રહેતા હોવાથી તેમની વચ્ચે પુન: 16મીએ રાત્રે માથાકુટ ઉભી થઈ હતી. બંને જૂથના માણસો એકબીજા ઉપર તૂટી પડતા દલપતભાઈ ઓડ, અર્જુન ઓડ, કિશોર ઓડ, રણજીત ઓડ, નીરુબેન ઓડ,ઉમેશભાઈ ઓડ વગેરેને ઈજા પહોંચી હતી.

ધિંગાણામાં ઈજાગ્રસ્તોને સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.