• Gujarati News
  • સ્મીમેરમાં બેજવાબદાર નર્સો સામે પગલાં ક્યારે?

સ્મીમેરમાં બેજવાબદાર નર્સો સામે પગલાં ક્યારે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાસંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતી નર્સો બીજા કામમાં વ્યસ્ત હોવાનું ડીને હોસ્પિટલનો રાઉન્ડ લેતા જણાયું હતું. જેમાં હજુ સુધી નર્સ સામે પગલા લઇ સ્મીમેર ઓથોરીટી પાણીમાં બેસી ગઇ છે.

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં બે દિવસ અગાઉ સ્મીમેર મેડીકલ કોલેજના ડીન ડો.કલ્પના દેસાઇએ હોસ્પિટલમાં રાઉન્ડ લેતા એક દર્દી સારવારના અભાવે ટળવળી રહ્યો હતો જ્યારે તે ડીપાર્ટમેન્ટની એક નર્સ મોબાઇલમાં ચેટીંગમાં હતી.

હોસ્પીટલના ડીને રાઉન્ડ લેતા નર્સને ઝાટકી હતી. તથા અન્ય કેટલીક નર્સો પોતાના ડીપાર્ટમેન્ટને બદલે અન્ય વોર્ડ ગયેલી પકડાઇ હતી. ઘટનામાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિપુલ શ્રીવાસ્તવે હકીકત સામે આવતા તપાસ થયા બાદ પગલા લેવાનું જણાવ્યું હતું. જેમાં હવે સુપ્રિટેન્ડેન્ટ ડો. વંદનાબેન દેસાઇએ ચાર્જ સંભાળતા ઘટના અંગે વધુ માહિતી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ડીને પણ અમે અમારી રીતે નર્સોને સમજાવી દીધા હોવાનું જણાવ્યું છે.

કેસમાં સ્મીમેરના ડીન ડો. કલ્પના દેસાઇએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રાઉન્ડ લેતા નર્સ પોતાની જવાબદારી પ્રત્યે બેદરકાર હોવાનું જણાયું હતું. હોસ્પિટલમાં સરપ્રાઇઝ રાઉન્ડ બાદ સરખી રીતે ફરજ બજાવતા કર્મચારીઓને તાત્કાલીક સમજાવી દીધા હતી માટે કોઇ મોટો ઇશ્યુ નથી.

મુદ્દો કોઇ મોટો ઇશ્યુ નથી