• Gujarati News
  • કપોદ્રાના રત્નકલાકારની હત્યાનાં કેસમાં બુટલેગર અને તેના સાગરીતની છેવટે ધરપકડ

કપોદ્રાના રત્નકલાકારની હત્યાનાં કેસમાં બુટલેગર અને તેના સાગરીતની છેવટે ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રાસ્નેહમુદ્રા સોસાયટીમાં દારૂના અડ્ડા પર રત્નકલાકારની હત્યાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચે બુટલેગર અને તેના સાગરીતની ધરપકડ કરી છે. હત્યા પ્રકરણમાં દારૂના અડ્ડા પર જાહેરમાં મારામારી થતી હતી ત્યારે પહોંચેલી પોલીસે રત્નકલાકારને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર મારતા યુવકનું મોત થયું હોવાનો તેના પરિવારે આક્ષેપ કરી હોબાળો મચાવ્યા બાદ ત્રણ પોલીસ કર્મચારી�\\\"ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

કાપોદ્રા ખાતે ગાયત્રી નગરમાં રહેતા મંગળુભાઈ નાથાભાઈ વાળા સ્નેહમુદ્રા સોસાયટી પાસે મુકેશના અડ્ડા પર ગઈ 1લી એપ્રિલે મોડી રાત્રે ગયા હતા. તેમની બાઈક અડ્ડા પરથી ચોરી થતા બુટલેગર મુકેશ સાથે ઝઘડો થયો હતો. ઝઘડામાં મુકેશ અને તેના માણસોએ મંગળુભાઈને પટ્ટા અને ફટકાથી જાહેરમાં માર માર્યો હતો. મારામારી બાદ અડ્ડા પર પહોંચેલી પોલીસ મંગળુભાઈને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનથી મોડી રાત્રે ઘરે પહોંચેલા મંગળુભાઈનુ ગણતરીના કલાકોમાં મોત થયું હતું. મંગળુભાઈના મોત બાદ સંબંધી�\\\"નો આક્ષેપ હતો કે દારૂના અડ્ડા પર મારામારી બાદ પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેમને સખત માર મારવામાં આવ્યો હતો. પોલીસના મારથી મંગળુભાઈને નાક-કાનમાંથી લોહી નીકળતા પોલીસ મંગળુભાઈને ઘરે મુકી ગઈ હતી. ગણતરીના સમયમાં તેમનુ મોત નિપજ્યું હતું. સંબંધી�\\\"ના આક્ષેપ અને હોબાળાથી પોલીસ અધિકારી�\\\"ને પરસેવો છુટી ગયો હતો. મંગળુભાઈનુ મોત થવાની જાણ થતા બુટલેગર મુકેશ અને તેનો સાગરીત છોટુ નાસી છુટ્યો હતો. પ્રકરણમાં લોકોના હોબાળાથી કાપોદ્રા પોલીસ મથકના એએસઆઈ એકનાથ ભોયે, હેડ કોન્સ્ટેબલ કૌશિક બારોટ અને કોન્સ્ટેબલ વિકાસને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને પી.આઈ બી.એસ.મોરીની બદલી કરવામાં આવી છે. કેસની તપાસ કાપોદ્રા પોલીસ પાસેથી આંચકી લઈ ક્રાઈમબ્રાંચને સોંપવામાં અાવી હતી. બુટલેગર મુકેશ �\\\"મપ્રકાશ શર્મા અને તેનો સાગરીત છોટુ ઉર્ફે નાસીર મુખ્તાર અન્સારી પુણા ગામ તેના ઘરે આવવાના હોવાની બાતમી મળતા ક્રાઈમબ્રાંચે બન્નેની ધરપકડ કરી છે.

હત્યારા શિરડી અને બનારસ રખડી પરત ફર્યા

પોલીસેકરેલાદાવા મુજબ બુટલેગર મુકેશ અને તેનો સાગરીત છોટુ સુરતથી બાઈક પર નાસી છુટ્યા હતા. નવસારી નજીક એક પેટ્રોલપંપ પર બાઈક મુકીને બન્ને ટ્રક અને બસ દ્વારા શિરડી ગયા હતા. ત્યાં એક દિવસ રોકાઈ ત્યાથી બનારસ, ગાઝીપુર ગયા હતા અને ત્યાંથી સુરત આવ્યા હતા.