• Gujarati News
  • આઇ. ટી. ઓફિસર બનીને ધમકી આપનારની ‘પાસા’હેઠળ અટકાયત

આઇ. ટી. ઓફિસર બનીને ધમકી આપનારની ‘પાસા’હેઠળ અટકાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમટેક્સઓફિસર બનીને ધમકી આપી 1.50 લાખની માગણી કરનાર તેમજ એક મહિલા પાસેથી 8 હજાર રૂપિયા પડાવી લેનાર શખ્સની ‘પાસા’ હેઠળ અટકાયત કરીને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો છે.

મુળ વાલોડના શિકેર ગામના અને હાલમાં બારડોલીની રામબાગ સોસાયટીમાં રહેતા મયુર બલદેવ પટેલે વાઘેચ ગામે જઇને બચુ વલ્લભ પટેલને ત્યાં જઇને પોતાની ઓળખાણ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપીને મકાનને સીલ મારવાની ધમકી આપી હતી.મકાનને સીલ મારવાની ધમકી આપતા ડરી ગયેલા બચુ પટેલ પાસે મયુરે 1.50 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે, બચુભાઇને શંકા જતા તેમણે રૂપિયા આપ્યા નહીં અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા કિસ્સામાં બારડોલીની મહિલા ભારતીને ત્યાં જઇને તમે દારૂનો ધંધો કરો છે તેમ કહીને 8000 રૂપિયા પડાવી લીધા હતા.ભારતીબહેને પણ મયુર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત બંને ફરિયાદોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ બારડોલીના મયુર બલદેવ પટેલની ‘પાસા’માં અટકાયત કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.રાજેન્દ્ર કુમાર સમક્ષ રજૂ કરી હતી.જિલ્લા મેજિસ્ટ્રેટએ દરખાસ્તને મંજૂર કરી હતી.