• Gujarati News
  • નારાયણને જેલમાં સાથી કેદીએ તમાચો માર્યો !

નારાયણને જેલમાં સાથી કેદીએ તમાચો માર્યો !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાધીકાસાથે દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા નરાયણ સાથે જેલમાં બોલાચાલી થતા સાથી કેદીએ તમાચો મારી દીધો હોવાની ચર્ચા મોડી સાંજે ઉઠી હતી. જોકે બાબતે કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ હતુ.

બનાવ સંદર્ભે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આશ્રમમાં સાધીકા સાથે દુષ્કર્મ કેસમાં લાજપોર જેલમાં જ્યુડીસીયલ કસ્ટડીમાં ધકેલાયેલા નારાયણને જેલમાં તેની સાથે નાર્કોટીક્સના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા બલ્લુ ઉર્ફે પરીન્દા સાથે તકરાર થઈ હતી અને તકરારમાં બલ્લુએ દુષ્કર્મના આરોપી નારાયણને તમાચો ચોડી દીધો હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ. બલ્લુને જેલમાં નરાયણ કેદીઓને આર્થીક મદદ કરતો હોવાની વાત મળી હતી જેથી બલ્લુએ નરાયણ પાસે રૂ.1 લાખ ની મદદ માંગી હતી જોકે નારાયણે તેને મદદ કરતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી જેમાં બલ્લુએ નરાયણને તમાચા માર્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. બલ્લુ સજા બાદ માનસીંક બીમાર હોવાનુ પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. એટલુ નહી નારાયણને સાથી કેદીએ તમાચો મારી દીધો હોવાનો મેસેજ વોટ્, એપ પર પણ વાયરલ થઈ ગયો હતો જેણે ભારે ચર્ચા જગાવી દીધી હતી. જોકે બાબતે પોલીસનુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે, બલ્લુને 1 લાખ રૂપિયાની જરૂર હતી અને નરાયણ કેદીઓને આર્થીક રીતે મદદ કરે છે એવી માહિતી બલ્લુને મળી હતી માટે બલ્લુએ પોતાને 1 લાખ રૂપિયાની જરૂરિયાત હોવાની વાત નારાયણને કરી હતી અને તેની પાસે આર્થિક મદદ માંગી હતી જોકે નારાયણે તેને મદદ કરતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી જેમાં બલ્લુએ નારાયણ પણ હુમલો કર્યો હોવાની વિગતો મળી હતી.