• Gujarati News
  • બે બાળકોને મોતને ઘાટ ઉતારીસટ્ટામાં ડૂબેલા પતિએ પત્નીની હત્યા કરી હતી

બે બાળકોને મોતને ઘાટ ઉતારીસટ્ટામાં ડૂબેલા પતિએ પત્નીની હત્યા કરી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણવર્ષ અગાઉ સટ્ટા બેટિંગમાં રૂપિયા 40 થી 45 લાખનું દેવુ થઈ જતાં અલથાણ રહેતા આરોપીએ બે માસુમ બાળકોને ગળે ટૂંપો આપી મોત નિપજાવ્યુ હતુ જ્યારે પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. ત્યાબાદ આરોપીએ જાતે પણ ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ લાશનું પીએમ કરનાર ડોકટરની જુબાની બાદ ઘટસ્ફોટ થયો હતો કે આરોપીની પત્નીએ આત્મહત્યા કરી નહતી. એપીપી ડી.વી.તેવારે બાબતે દલીલ કરી હતી કે હાલના આરોપીએ પત્ની સંગીતાબેનનું પણ ગળું દોરી વડે ટૂંપો આપી ક્રુરતાપૂર્વક મૃત્યુ નિપજાવ્યુ હતુ જેથી કલમ-302 મુજબના તહોમતનો તહોમતનામામાં ફેરફાર કરવો જરૂરી છે.

અલથાણ ખાતે રહેતો આરોપી અજીત ગાંડાભાઈ પટેલ બે બાળકો કાવ્યા (ઉં.વ.6) અને સ્નેહ (ઉં.વ.3) અને પત્ની સંગીતા સાથે રહેતા હતા. જો કે, આરોપી અજીત કિક્રેટના સટ્ટામાં અટવાયો હતો અને રૂપિયા 40 થી 45 લાખનું દેવુ કરી બેઠો હતો. દેવાના લીધે પરિવારનું જીવવુ મુશકેલ બની ગયુ હતુ આથી તા. 1લી, ઓકટોબર, 2012ના રોજ આરોપીએ બંને બાળકોને દોરી વડે ટૂંપો આપી હત્યા કરી હતી જ્યારે પત્ની સંગીતાને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી અને આરોપીએ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિષ કરી હતી. પોલીસે કેસમાં આરોપીની ધરપકડ કરી હતી અને તા.9મી, એપ્રિલ, 2013ના રોજ ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ફરિયાદ પક્ષે કુલ 23 સાહેદોને ચકાસાયા હતા જ્યારે 24 નંબરના સાહેદ કે જેણે સંગીતાબેનનું પી.એમ. કર્યું હતુ તેની જુબાનીમાં બહાર આવ્યુ હતુ કે સંગીતાને ગળે ટૂંપો આપી મોત નિપજાવાયુ હતુ. ડોકટરે જુબાની આપી હતી ગળા પરના નિશાન પરથી જાણી શકાય છે કે કોઈ પણ વ્યક્તિ જાતે ગળામાં દોરી નાંખી પ્રકારની ઇજા કરી શકે નહીં. દલીલ બાદ કોર્ટ ટાંકયુ હતુ કે આરોપીએ પત્નીનું મૃત્યુ નિપજાવ્યુ હોય તહોમતનામામાં ફેરફાર યથાયોગ્ય જણાઇ છે.