• Gujarati News
  • ફટાકડાથી સ્થળે કચરાપેટીઓમાં આગ લાગતાં ફાયરબ્રિગેડ દોડતું થયું

ફટાકડાથી સ્થળે કચરાપેટીઓમાં આગ લાગતાં ફાયરબ્રિગેડ દોડતું થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાતહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં ફટાકડાઓને લીધે આગ લાગવાના બનાવની શરૂઆત થઈ ચૂકી છે. રવિવારે શહેરના જુદા-જુદા વિસ્તારની કચરાપીટીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના અલગ-અલગ કોલથી દિવસ દરમિયાન ફાયરબ્રિગેડ દોડતું રહ્યું હતું.

રવિવારે સવારથી ફટાકડાઓને લીધે આગ લાગવાના કોલ આવંતા ફાયરબ્રિગેડ સાબદું થઈ ગયું હતું. જેમાં ઉધના રોડ નંબર 7 ખાતે કચરાપેટીમાં આગ લાગતાં કોલ મળતા લાશ્કરો સ્થળ પર પહોંચી કાબૂ મેળવી લીધો હતો. તેવી રીતે કીડેએમ ચોકી પાસે, કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર, પુણાની અર્ચના સ્કૂલ પાસે તથા ખજોદ ડિસ્પોઝલ સાઇડ પાસેની કચરાપેટીઓમાં આગ લાગતાં દિવસ દરમ્યાન ફાયરબ્રિગેડની ટીમ દોડતી રહી હતી. ફાયરબ્રિગેડના ઓફિસર તિવારીના જણાવ્યા મુજબ ફટાકડાને લીધે કચરાપેટીઓમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. દિવાળી નજીક હોઈ ફટાકડાનો કચરો કચરાપેટીમાં આવી જતો હતો. તેને લીધે આગ લાગતી હોય છે. જોકે બાળકો ફટાકડા ફોડે ત્યારે ફુંટેલો ફટાકડો બરાબર બુઝાયું છે કે નહીં બાબતે નાગરિકોએ પણ સાવધાની રાખવી જોઈએ. એટલું નહીં બાળક દાઝી જાય માટે ફટાકડા ફોડતી વખતે બાળકની સાથે કોઈ વડીલે રહેવું જોઈએ.