• Gujarati News
  • હિરાદલાલનો ફાંસો ખાઈ આપઘાત

હિરાદલાલનો ફાંસો ખાઈ આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિધરપુરાવિસ્તારની મોટીશેરી ખાતે રહેતા અજય અરવિંદભાઈ જરીવાલા હીરા દલાલીનુ કામ કરી પરિવારમા પત્ની, બે પુત્રી અને એક પુત્રનુ ગુજરાન ચલાવતા હતાં. રવિવારના રોજ બપોરના સુમારે તેમના ઘરે રૂમમાં ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. તેના પરિવારજનોએ જોતા જીવીત હોવાનુ સમજીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મહિધરપુરા પોલીસે આકસ્મીક મોત નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ ચૌહાણે હાથ ધરી હતી. તેમના જણાવ્યા મુજબ ‘અજયભાઈએ બપોરના સુમારે તેના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો તેના ભાઈઓ સાથે હિરા દલાલીનુ કામ કરતો હતો.