• Gujarati News
  • નાટક : વ્હાલનાવારસદાર

નાટક : વ્હાલનાવારસદાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાટક : વ્હાલનાવારસદાર

દિગ્દર્શક: મેહુલશર્મા

અભિનય: યામિનીવ્યાસ, દિલીપ ઘાસવાળા, પ્રણવ પચ્ચીગર, આદિત્ય ગાગુંડે, સ્વપ્નીલ, ધ્વનિ ત્રિવેદી, યશ્વી સ્માર્ત, સિધ્ધિ ઉપાધ્યાય

..અને પુત્રવધુને સબંધનું મૂલ્ય સમજાય છે

હસતા-ગાતાએક પરિવારમાં બે દિકરાનો જન્મ થવાથી પરિવાર પૂર્ણ બને છે, પણ બન્ને બાળકોમાંથી એક બાળક એબનોર્મલ હોય છે. સમય જતા નોર્મલ બાળકથી પણ વધારે એબનોર્મલ બાળકને પ્રેમ, હૂંફ અને ખુશી મળે છે. સમય જતા બન્ને બાળકો યુવાન બને છે અને મોટી પુત્રવધુ ઘરમાં નવા મહેમાન તરીકે આવે છે. સમય જતા મોટી પુત્રવધુ અને એબનોર્મલ દિકરા વચ્ચે મતભેદ થાય છે. નાટકના અંતે બે દ્રશ્યો એવા બને છે જે પુત્રવધુના આંખ આડે આવેલો ગેરસમજનો પડદો હટે છે અને સબંધનીની પરિભાષાનો ખ્યાલ પુત્રવધુને આવે છે.

સિટી રિપોર્ટર }‘સબંધમાં ગેરસમજ ઉભી થાય છે ત્યારે સબંધનું મૂલ્ય જણવાતું નથી અને જ્યારે ગેરસમજનો પડદો આંખ સામેથી હટે છે ત્યારે સબંધનો કોઇ પાર રહેતો નથી’ વાતને આજે નાટક સ્વરૂપે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં રજૂ કરવામાં આવશે. વીર નર્મદ યુનિવર્સિટી અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા ડ્રામા ફેસ્ટિવલના છઠ્ઠા દિવસે રાષ્ટ્રીય કલાકેન્દ્રનું ‘વ્હાલના વારસદાર’ નાટકની ભજવણી કરવામાં આવશે. નાટકનું દિગ્દર્શક મેહુલ શર્મા દ્વારા કરવામાં આવ્યુ છે. તમામ નાટક યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 17 ફેબ્રુઆરી સુધી રાત્રે 8.30 કલાકે ભજવવામાં આવશે, જેમાં કોઇપણ સુરતી નાટક નિહાળી શકે છે.

યુનિવર્સિટી ડ્રામા ફેસ્ટિવલના છઠ્ઠા દિવસે ‘વ્હાલના વારસદાર’ નાટકની ભજવણી કરવામાં આવશે

આજે નાટક સમજાવશે સબંધની પરિભાષા

DRAMA FESTIVAL