તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પરિવારનો લાશ લેવાનો ઇન્કાર

પરિવારનો લાશ લેવાનો ઇન્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરાવિસ્તારમાં આવેલા માધવ શોપીંગ સેન્ટર નામના કોમ્પલેક્ષમાં આવેલી જમીન લે-વેચની ઓફિસમાં પ્લોટ પેટેના રૂપિયા 17 લાખ લેવા ગયેલા પાંચ ઇસમો પર માથાભારે બબલુ રાય તથા તેના સાગરીતોએ હુમલો કરી બે વ્યકિતની હત્યા કરી હતી. લિંબાયત પોલીસ કેસમાં ન્યાય આપવાના બદલે આવા માથાભારે સાથે મળેલી હોવાનો આક્ષેપ કરી મૃતકના પરિવારજનો તથા સ્થાનિક લોકોએ લાશનો કબજો લેવા ઇન્કાર કર્યો હતો તેમજ બનાવની તપાસ ક્રાઇમબ્રાંચને સોપવાની માગણી કરી હતી. પોલીસે આકાશ નામના શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોડાદરા મેઇન રોડ પર માધવ શોપિંગ સેન્ટરમાં ડી.આર ગ્રુપ નામથી ધનંજય ઉર્ફે બબલુ રાય જમીન લે-વેચની ઓફિસ ધરાવે છે. ગઇરાતે પ્લોટના લે-વેચ મામલે ઉઘરાણીએ ગયેલા સદાશ્યામ પાઠક, રાજેશ્વરી દુબે, ગુલજારીલાલ, વિજય તથા વિજય પાંડે પર ચપ્પુ તથા ફટકા વડે હુમલો કર્યો હતો. જેમા સદાશ્યામ અને રાજેશ્વરી દુબેનું મોત નીપજયું હતુ.આ ઘટના બાદ આશરે 250 લોકોનું ટોળું સ્મીમેર હોસ્પીટલમાં પહોંચી ગયુ હતુ. લીંબાયત પોલીસ ન્યાય આપવાના બદલે આવા માથાભારે શખ્સ સાથે મળેલી હોવાનો આક્ષેપ કરી મૃતકના પરિવારજનો તથા સ્થાનિક લોકોએ લાશનો કબજો લેવાનો ઇન્કાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવા માંગણી કરી હતી.શરૂઆતમાં તો લોકટોળાએ વરાછા પોલીસ મથકના પી.આઇ વી.ડી.વાળાને ઘેરી લીધા હતા અને પોલીસ કમિશ્નરને સ્મીમેર બોલાવવા આગ્રહ કર્યો હતો. પરિસ્થિતિ ગંભીર અને વણસતી હોવાની જાણ થતાં બપોરના સવા એક વાગ્યાના અરસામા ડી.સી.પી શોભા ભૂતડા સ્મીમેર હૉસ્પિટલ પર પહોંચ્યા હતા. ટોળાને શાંત કરી તેઓને સાંભળ્યા હતા. ટોળાએ રજુઆત કરી હતી કે અમારી સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થયા છે, પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવા જતાં ત્યાં ક્રોસ ફરિયાદ થશે તેવી ચીમકી અપાય છે. તેમણે બબલુ રાય જેવા માથાભારે ઇસમ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા પણ રજૂઆત કરી હતી. રજુઆત સાંભળી ડી.સી.પી શોભા ભૂતડાએ કેસમાં તેઓ નિષ્પક્ષ તપાસ કરી હત્યારાઓને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસ કરશે તેવું આશ્વાસન લોકોએ લાશનો કબજો સ્વીકાર્યો હતો. પોલીસે સોમવારે મોડી રાત્રે ઘટનામાં બબલુ રાયનાં ડ્રાઇવર આકાશ ઉર્ફે અશોક સીંગને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ સાથે સંપર્ક

સ્મીમેરમાંડીસીપીશોભા ભુતડા આવ્યા ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે બબલુ રાય લીંબાયત પોલીસ સ્ટેશનના કેશિયર તેમજ ઘણ