તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરનારના જામીન નામંજુર

વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરનારના જામીન નામંજુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમલીયાવાડકાલાપેશી સ્ટ્રીટમાં અલાસ્કા કોર્પોરેટ એડવાઈઝરી નામની ઓફિસ ખોલી યુવાનોને વિદેશ મોકલવાના બહાને લાખોની છેતરપીંડી કરનારા બે આરોપી દ્વારા જામીન પર મુક્ત થવા માટે કરેલી જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી.

ઓલપાડના અસનાબાદમાં રહેતા ચંદ્રેશ પટેલે અલાસ્કા કોર્પોરેટ એડવાઈઝરીની ઓફિસ ચલાવતા સ્નેહલ સુધીર પરમાર, અંકીત શાહ અને અિમત પટેલ સામે ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી જે મુજબ 19 માર્ચ થી 4 એપ્રીલ દરમિયાન ત્રણેએ અલાસ્કા કોર્પોરેટ એડવાઈઝરી નામની ઓફિસ નાનપુરામાં ખોલી હતી. તેમણે ઘણા યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરી હતી.